વરલીમાં એન.એસ.સી.આઇ.માં આરામદાયક સંપર્ક રહિત એવું ૫૦૦ પલંગ ધરાવતું કોરોનાનું આઇસોલેસન સેન્ટર શરૃ



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.29 એપ્રિલ, 2020, બુધવાર

કોરોનાના દરદીની સંખ્યા વધતી હોવાથી ગત અમુક દિવસથી 'વરલી'નું નામ મુંબઇ અને રાજ્યમાં ગાજી રહ્યું છે. અહીં જેટલી ઝડપથી દરદીની સંખ્યા વધી છે તેટલી ઝડપથી દરદી સાજા થઇ રહ્યા છે. અને નવા દરદી મળવાનું પ્રમાણ ઘટી ગયું છે. કેન્દ્ર સરકારની નિષ્ણાત ટુકડીએ વરલી કોળીવાડાનું નિરીક્ષણ કરીને મુંબઇ મહાનગર પાલિકાની વરલી કોળીવાડા પેટર્નના વખાણ કર્યા હતા. આ સાથોસાથ વરલી સ્થિત હાજીઅલી ખાતે 'એન.એસ.સી.આઇ.'માં ૫૦૦ પલંગ ધરાવતું આઇશોલેશન કેન્દ્ર શરૃ કર્યું છે. જે દેશ માટે કૂતુહલનો વિષય બન્યો છે.

૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ વરલી કોળીવાડામાં પ્રથમ કોરોનાનો દરદી નોંધાયો  હતો. ત્યાર બાદ ઝડપથી દરદીની સંખ્યા વધતી ગઇ હતી. અને ૧ એપ્રિલથી કોળીવાડાને સીલ મારવાની કાર્યવાહી પાલિકાએ કરી હતી. ત્યાર બાદ પાલિકાએ ત્યાં યુદ્ધના ધોરણે કરેલી ઉપાય યોજનાને લીધો કોરોના ત્યા નિયંત્રણમાં આવ્યા હતો. આથી 'વરલી કોળીવાડા પેટર્ન'ના વખાણ થવા લાગ્યા હતા.  અહીં પાલિકાના કર્મચારીઓની અહોરાત મહેનત તથા લોકોના સહકારથી શક્ય બન્યું હોવાનું જી/સાઉથ વોર્ડના વોર્ડ ઓફિસર શરદ ઉઘાડેએ જણાવ્યું હતું.

ઇન્સ્ટિટયુશનલ કવોરન્ટીન માટે આઇ.સી.યુ તથા આઇસોલેશન કેન્દ્ર સ્થાપવા માટે મોડેલ વરલી પ્રથમ વખત તૈયાર કરાયું. મોટી સંખ્યામાં દરદી મળી આવ્યા બાદ જરાપણ લક્ષણ ન હોય એવા દરદીઓની  કાળજી માટે મુંબઇ મહાનગર પાલિકાએ એન.એસ.સી.આઇ। સ્ટેડિયમમાં ૫૦૦ પલંગનું કોવિડ   કેસર સેન્ટર આઇસોલેશન કેન્દ્ર શરૃ કર્યું છે. આ કેન્દ્ર વરલીના કોરોનાના દરદીઓ માટે આધાર બની ગયું છે. હાલમાં ત્યાં ૨૬૫ દરદી છે.  ૧૪ દિવસ ત્યાં દરદીઓને મનોરંજન માટે મોટા સ્ક્રીન બેસાડાયા છે. આરોગ્ય વિષયે જનજાગૃતિ કરવા માટે ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવે છે. પ્રત્યેક ખાટલા પાસે પંખા સહિત પાણીની વ્યવસ્થા છે. ડોકટર અને દરદી એકમેકના સંપર્ક ન આવે એવી વ્યવસ્થા કરાઇ છે. અહીં ડોકટરો માટે પારદર્શક રૃમ તૈયાર કરાયા છે. તેમાં રહીને ડોકટરો દરદીની દરરોજ ચકાસણી કરે છે. આ પ્રકારની વ્યવસ્થા જોઇએ  કેન્દ્રની ટુકડી પણ આશ્ચર્યચકિત બની હોવાનું શરદ ઉધાડેએ જણાવ્યુ ંહતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KKsAmL
via Latest Gujarati News

Post a Comment

0 Comments