
મુંબઈ, તા. 22 એપ્રિલ, 2020, બુધવાર
કોરોનાને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે લોકડાઉન ઉપરાંત વ્યાપકપર્ણ તબીબી પરીક્ષણ ક્વોરોન્ટીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ (એકબીજાથી અંતર રાખવું) વગેરે જેવા અસરકારક ઉપાયો પણ કરવા અત્યંત જરૃરી છે. આવા ઉપાયોથી જ ભારતમાં કોરોના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાશે એવો મત અને ભલામણ મહારાષ્ટ્રના અમુક વિજ્ઞાાનીઓએ રજૂ કર્યો છે.
ઈન્ડિ સાય- સીમ દ્વારા કોરોના વિશેનું પહેલી જ વખત વેૈજ્ઞાાનિક આધાર પર મોડેલ તૈયાર કરાયું છે. આ મોડેલ મહારાષ્ટ્રની સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, (એસ.પી.પી.યુ) અને ઈન્સ્ટ્ટિયૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સ (ચેન્નાઈ) અને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (બૈંગલુરુ) તથા અશોક યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ આવું કોરોના મોડેલ તૈેયાર કર્યું છે. ભારતમાં કોરોના વિશેનું આવું વૈજ્ઞાાનિક મોડેલ પહેલી જ વખત તૈયાર થયું છે.
અશોક યુનિવર્સિટીના બાયોલોજી અને ફિઝિક્સના પ્રોફેસર ગૌતમ મેનને જણાવ્યું હતું કે ભારતમાં તૈયાર થયેલું 'ઈન્ડિ સાય- સીમ' મોડેલમાં ખરેખર ઘણી ઉપયોગી વિગતો છે. સાથોસાથ તેમાં એક કરતાં ઉપયોગી બાબતો પણ છે. ઉદાહરણરૃપે તેમાં કોરોના સંબંધી નવી બાબતોનો ઉલ્લેખ છે, જેમાં શંકાસ્પદ, લક્ષણો દેખાવા, અતિ ગંભીર પરિસ્થિતિ, દરદીને હોસ્પિટલમાં દાખલ કરવો, દરદી સંપૂર્ણ સાજો થવો અને દરદીનું મૃત્યુ થવું, વગેરે ઘટનાક્રમ તો, પાસાંનો સમાવેશ થાય છે. વળી આ તમામ ઘટનાગ્રમની સરખામણી પણ લોકડાઉન,ક્વોરેન્ટીન વગેરે જેવાં બિનતબીબી પાસાં સાથે સરખામણી પણ થઈ છે.
એસ.પી.પી.યુ.ના ભાલચંર યુનીટીએ એવી માહિતી આપી હતી કે કોઈ વ્યક્તિને કદાચ પણ કોરોનાનો ચેપ લાગ્યો હોયતો તે આમાંના કોઈપણ પાસાંની માહિતી મેળવી શકે છે. આ બહુ સરળ પ્રકારની અને ક્રમબધ્ધ માહિતી છે. કોઈ પ્રવાસી ટ્રેનના એકથી બીજી ડબામાં સરળતાથી જઈ શકે તેવી આ પધ્ધતિ છે. ઉપરાંત ભારતમાં તબીબી પરીક્ષણ વ્યાપકપણે થવું બહુ જરૃરી છે.
સાથોસાથ કોઈ વ્યક્તિમાં જરા સરખાં લક્ષણો જણાય તો તેણે તરત જ પોતાના ઘરમાં ક્વોરેન્ટીનમાં રહેવું જરૃરી છે. આવી શિસ્તબધ્ધ કામગીરી અને અમલ દ્વારા જ આપણે કોરોના પર કાબૂ મેળવી શકીશું. એવી ભારપૂર્વક રજૂઆતે ગૌતમ મેનને કરી હતી.
ભારત સરકારના મુખ્યવૈજ્ઞાાનિક સલાહકાર કે. વિજય રાઘવને પણ એમ કહ્યું હતું કે અમે પણ આ મોડેલ વિશે ગહન અભ્યાસ કરીશું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ko07Dh
via Latest Gujarati News
0 Comments