
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.22, એપ્રિલ, 2020, બુધવાર
દેશ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળો બેકાબૂ બની ગયો છે. મહારાષ્ટ્રમાં ધૂસ્કેને ભૂસ્કે દરદીઓની સંખ્યા વધી રહી છે. મુંબઇમાં દરદીઓની સંખ્યા સાડા છ લાખથી વધુ દરદીનો આંક પાર થાય એવો ભય પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિષ્ણાત ટુકડીએ વ્યક્ત કર્યો હતો. આ એક આંચકાજનક માહિતી તેઓએ આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પાંચ સભ્યો ધરાવતી ટીમે બે દિવસ મુંબઇમાં સર્વેક્ષણ કર્યું હતું. તેઓ આપેલા અહેવાલમાં એવો અંદાજ (અટકળો) વ્યક્ત કર્યો છે. મુંબઇમાં ૩૦ એપ્રિલ સુધી ૪૨ હજાર ૬૦૪ કોરોનાના દરદી નોંધાશે આ આંકડો ૧૫ મે સુધી વધીને ૬ લાખ પ૬ હજાર ૪૦૭ સુધી પહોંચી જશે એવી શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૧૬ એપ્રિલના રોજ મુંબઇના કોરોનાગ્રસ્તના દરદીના ગણિત મોડેલિંગના આધારે આંકડાવારી જાહેર કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે શરૃઆતમાં એકત્રિત કરેલા આંકડા અનુસાર મુંબઇના ૧૩ હજાર ૬૩૬ વેન્ટિલેટર અને ૪ લાખ ૮૩ હજાર આઇસોલેશન બેડનો અભાવ હશે. આગામી સમયમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધશે તો રાજ્ય સરકાર સામે મોટી સમસ્યા ઉભી થશે એવો ભય પણ ટુકડીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકારે મંગળવારે આંતરકેન્દ્રીય મંત્રાલય સંઘે (આઇ.એમ.સી.ટી.એસ.) રાજ્યના આંકડાવારી રજૂ કર્યા હતા. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આકડાવારી અન આંકડાવારીમાં વિસંગતા દેખાઇ આવી છે. આગામી દિવસેમાં કોરોના ના દરદી વધતા તેઓની સારવારના આવશ્યક બેડ આઇસીયુ વેન્ટીલેટર સહિત વિવિધ યંત્રણાઓની આવશ્યકતા રહેશે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટુકડીએ જણાવ્યું હતું.
જો ૧૫ મે સુધી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધતા ઓક્સિજનના આધાર સિવાયના ૪ લાખ ૮૩ હજાર ૩૮૫ બેડ ઓછા પડશે, જ્યારે ૧૩ હજાર ૬૩૬ વેન્ટિલેટર ઓછા પડશે, એવું અહેવાલમાં ટુકડીએજાણ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિષ્ણાત ટુકડીએ વરેલી, ધારાવી, ભાયખલા સહિત કેટલાક હોટ સ્પોર્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ધારાવી, વરલી, મહાલક્ષ્મી, માટુંગા, સાયન, પરેલ, અંધેરી (પ), ગોવંડી-માનખુર્દ, નાગપાડા અને ભાયખલાના ભાગમાં કોરોનાનું પ્રમાણ માટે કુલ ૮,૪૩૪ સ્વયસેવકોની આવશ્યકતા છે, એવું અહેવાલમાં તેમમે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ આંકડાવારીમાં કોરોનાગ્રસ્તોના આંકડામાં ૩.૮ ટકાએ બમણી કરાઇ છે. આની સામે પ્રશ્નચિહ્ન ઉપસ્થિત કર્યો હતો. કોવિડ-૧૯ પ્રકરણમાં મહારાષ્ટ્રની તૈયારી દર્શાવવા માટે અનેક મોડેલ્સનો ઉપયોગ કરાય છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા દરદી પૈકી ૬૬ ટકા એકલા મુંબઇમાં દરદી છે. રાજ્યમાં ૨૫૧ મૃત્યુ પૈકી ૬૦ ટકા મુંબઇમાં એટલે કે ૧૫૧ દરદી મૃત્યુ પામ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Y2aHo
via Latest Gujarati News
0 Comments