મુંબઇમાં કોરોનાનો આતંક દરદીની સંખ્યા સાડા ત્રણ હજાર



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.22 એપ્રિલ, 2020, બુધવાર

મુંબઇ શહેરમાં કોરોના બેકાબૂ થયો છે અહીં કોરોનાગ્રસ્તોની સંખ્યા સાડા ત્રણ હજારના આંકડાની પાસે છે. આથી મુખ્ય પ્રધાને મુંબઇમાં મૂકેલી થોડીક છૂટછાટો તે પણ પાછી ખેંચી લીધી છે. મુંબઇના ૨૪ વોર્ડ પૈકી સાત વોર્ડ હોટસ્પોર્ટ છે. અહીં કોરોના વાઇરસની દરદીની સંખ્યા ૨૦૦ થી વધારે છે. જ્યારે ૧૦૦થી વધુ દરદી ૧૩ વોર્ડમાં છે. મુંબઇનો જી/સાઉથ વોર્ડ (વરલી, પ્રભાદેવી,  લોઅર પરેલ પરિસર) કોરોના માટે હોટ સ્પોર્ટ છે. અહીં સૌથી વધુ ૪૮૭ દરદી છે. અને સૌથી ઓછા ૨૦ કોરોનાના દરદી આર/નોર્થવાર્ડમાં (દહિસર) છે આમ સંપૂર્ણ મુંબઇ કોરોના લપેટમાં છે. મુંબઇમાં ૪૧૩ સ્થળોએ સીલ મારવા પડયા છે.

મુંબઇમાં ૩૪૫૧ દરદી કોરોનાગ્રસ્ત છે. અને અત્યાર સુધી ૧૫૧ જણે જીવ ગુમાવ્યા છે. કોરોના વાઇરસ ચેપ મુંબઇમાં પગપેસારો મોટા પ્રમાણમાં કર્યો હોવાની લોકો ભયભીત બની ગયા છે. હાહાકાર મચી ગયો છે. પાલિકાનો જી/સાઉથ વોર્ડ (વરલી પ્રભાદેવી લોઅર પરેલ પરિસરમાં) ૪૮૭ દરદી છે. ઇ વોર્ડ (ભાયખલા) ૩૪૯ દરદી, જી/નોર્થ વોર્ડ (ધારાવી-દાદર) ૨૫૧ દરદી, એલ વોર્ડ (કુર્લા) ૨૪૦ દરદી, એફ નોર્થ વોર્ડ (સાયન માટુંગા વડાલા) ૨૨૮ દરદી, કે/પશ્ચિમ વોર્ડ (અંધેરી પશ્ચિમ ભાગ) ૨૨૩ દરદી, ડી વોર્ડ (નાના ચોકથી મલબાર હિલ) ૨૦૭ દરદીનો સમાવેશ થાય છે. આ સિવાય કે/પૂર્વ વોર્ડ (અંધેરી પૂર્વ) ૧૮૧ દરદી, એચ/ઇસ્ટ (બાંદરાથી સાંતાક્રુઝ પૂર્વ ભાગ) ૧૫૪ દરદી, એમ/પૂર્વ વોર્ડ (ગોવંડી-માનખુર્દ) ૧૪૯ દરદી, એફ/સાઉથ વોર્ડ (પરેલ-શિવડી) ૧૧૯ દરદી, એ વોર્ડ (કોલાબા, ફોર્ટ, કફપરેડ)માં ૧૧૮ દરદી, એમ/વેસ્ટ (ચેમ્બૂર) ૧૦૪ દરદી, પી/નોર્થ (મલાડ) ૯૭ દરદી, એસ વોર્ડ (ભાડુપ) ૯૭ દરદી, એચ/વેસ્ટ વોર્ડ (બાંદરાથી સાંતાક્રુઝ પશ્ચિમભાગ) ૭૯ દરદી, એન વોર્ડ (ઘાટકોપર)માં ૭૬ દરદી, આર/સાઉથ વોર્ડ (કાંદિવલી)માં ૭૧ દરદી, પી/સાઉથ વોર્ડ (ગોરેગામ) ૬૮ દરદી, બી વોર્ડ (મસ્જિદબંદર) ૫૮ દરદી, આર/મધ્ય વોર્ડ (બોરીવલી)માં ૩૦ દરદી, ટી વોર્ડ (મુલુંડ) માં ૨૩ દરદી, સી-વોર્ડ (કાલબાદેવી) ૨૩ દરદી, આર/નોર્થ વોર્ડમાં ૨૦ દરદીનો સમાવેશ થાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3btCbdC
via Latest Gujarati News

Post a Comment

0 Comments