લોકડાઉન દરમિયાન મુંબઈ વિશ્વનું ત્રીજું પ્રદૂષિત શહેર રહ્યું


મુંબઈ, તા. 23 એપ્રિલ, 2020 ગુરૂવાર કોરોનાની  મહામારીને  નાબૂદ કરવા ભારત સહિત જગતઆખું  'લોકડાઉન' માં  પૂરાઈ ગયું  છે.  વાહનોનો અને કારખાનાં- ઉદ્યોગોનો ધમધમાટ  શાંત થઈ  ગયો હોવાથી  પ્રદૂષણ લગભગ નહીંવત થઈ ગયું  છે. 

છેલ્લાં  ત્રણ સપ્તાહ  દરમિયાન ભારત  સહિત વિશ્વના  મહાનગરોનાં  પ્રદૂષણની   માત્રા અને  હવાની ગુણવત્તા  વિશે આંતરરાષ્ટ્રીય  સ્તરે અભ્યાસ  થયો  છે. આ અભ્યાસની  બુધવારે જાહેર થયેલી વિગતો  મુજબ છેલ્લાં   ત્રણ સપ્તાહ દરમિયાન  દુનિયાનાં ૧૦  મહાનગરોમાં  નોંધાયેલી   પ્રદૂષણની  માત્રાની  સરખામણીએ   મુંબઈ ત્રીજું  સૌથી પ્રદૂષિત શહેર સાબિત થયું  છે.

આ  અહેવાલ  'અર્થ ડે'  ૫૦મી  ઉજવણી નિમિત્તે  આ  અહેવાલ  સ્વિત્ઝર્લેન્ડની  હવાની ગુણવત્તા  વિશે સંશોધન  કરતી સંસ્થા  દ્વારા પ્રસિદ્ધ  થયો છે. આ  સર્વેક્ષણ  ૨૩ માર્ચથી ૧૩ એપ્રિલ-૨૦૨૦  ના સમયગાળા  દરમિયાન  કરાયું હતું.  જો કે ઈટાલીના  રોમ માટે  ૯ થી ૩૦ માર્ચનો  અને ચીનના વુહાન  અને સાઉથ કોરિયાના સોલ માટે ૨૬ ફેબુ્રઆરીથી ૧૮ માર્ચનો  સમયગાળો  નક્કી કરાયો હતો.  આ સર્વેક્ષણમાં  જગતનાતં ૧૦  મહાનગરોની  હવામાં  પીએમ-૨.૫ (પ્રદૂષણના સુક્ષ્મ રજકણોની માત્રા)નું  પ્રમાણ  કેટલું  છે તેની માહિતી  મેળવવામાં  આવી હતી.

જો કે આ અભ્યાસમાં  મુંબઈની  હવામાં  પીએમ-૨.૫ ના પ્રમાણમાં  ૪૨ ટકા  જેટલો નોંધપાત્ર  ઘટાડો  થયો  હોવાનવં  સાબિત થયું હતું.  છેલ્લા  ચાર વર્ષના  આજ સમયગાળામાં પીએમ-૨.૫ ની  માત્રાની  સરખામણી પણ કરાઈ હતી. વળી, ૨૦૧૯ ના  ૨૩ માર્ચથી ૧૩ એપ્રિલના સમયગાળામાં નોંધાયેલી  પીએમ-૨.૫ ની  માત્રાની સરખામણીએ આ  પ્રમાણ ૪૩ ટકા જેટલું  ઘટયું હતું.  લોકડાઉનના છેલ્લાં  ત્રણ સપ્તાહ  દરમિયાન  મુંબઈ  દુનિયાનું  ત્રીજું સૌથી પ્રદૂષિત મહાનગર  રહ્યું  છે. ઉપરાંત  આ જ સમયગાળામાં  મુંબઈની હવામાં પ્રત્યેક ક્યુબિક  મીટરે પીએમ-૨.૫ ની માત્રા ૨૮.૮ માઈક્રોગ્રામ્સ  જેટલી  નોંધાઈ હતી. 

બીજી  બાજુ  ચીનના વુહાન  શહેરમાં  આ માત્રા  સૌથી વધુ ૩૫.૧  એમ.જી. / એમ૩ નોંધાઈ હતી, દિલ્હીમાં ૩૨.૮ અને ન્યુયોર્ક ૪.૪ , નોંધાઈ  હતી. એટલે કે  ન્યુયોર્ક સૌથી ચોખ્ખુ  શહેર  રહ્યું હતું. એશિયાના તથા  ભારતનાં શહેરોમાં  પ્રદૂષણનાં  રજકણોની  માત્રા આમ પણ  વધુ હોય છે.

માર્ચમાં  મુંબઈનું  વાતાવરણ  ઘણું સ્વચ્છ રહ્યું  હતું.  ઉપરાંત  એપ્રિલમાં  પણ મુંબઈનું વાતાવરણ ચોખ્ખું રહે તેવી શક્યતા  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x3lpmu
via Latest Gujarati News

Post a Comment

0 Comments