નેગેટીવ સેટલમેન્ટ ભાવ મામલે MCX સામે બ્રોકરોએ મુંબઈ હાઈકોર્ટમાં પીટીશન કરી


(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 22 એપ્રિલ 2020, બુધવાર

ક્રુડ ઓઈલના ન્યુયોર્ક-નાયમેક્ષના સોમવારના ૨૦,એપ્રિલના મોડી સાંજે બોલાયેલા કડાકા અને એના પરિણામે ભારતમાં મલ્ટિ કોમોડિટીઝ એક્સચેન્જ(એમસીએક્સ)માં સેટલમેન્ટ ભાવ રૂ.૨૮૮૪ નેગેટીવ નક્કી થતાં વાયદાના અનેક ટ્રેડરોએ ખોટના ખાડામાં ઊતરવું પડતાં આ મામલો હવે મુંબઈ હાઈકોર્ટમાં ગયો છે. ત્રણ બ્રોકિંગ હાઉસો મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ, રેલીગેર સિક્યુરિટીઝ અને પીસીએસ સિક્યુરિટીઝ લિમિટેઝે નેગેટીવ સેટલમેન્ટ મામલે મુંબઈ હાઈકોર્ટમાં એમસીએક્સ સામે પીટીશન કરી હોવાનું જાણવા મળે છે.

આ પીટીશનમાં બ્રોકરોએ એવો દાવો કર્યો છે કે ભારતમાં ન તો એમસીએક્સ કે ન તો અન્ય કોમોડિટી એક્સચેન્જ ટ્રેડ કોમોડિટીઝ/સ્ટોકમાં નેગેટીવ વેલ્યુની કોઈ જોગવાઈ ધરાવે છે. આ બ્રોકિંગ હાઉસોએ અંતિમ આદેશો સુધી કોન્ટ્રેકટના સેટલમેન્ટ પર મનાઈ હુકમ આપવા મુંબઈ હાઈકોર્ટને પીટીશન કરી છે. 

પીટીશનમાં વધુ જણાવાયું છે કે ક્રુડ ઓઈલના ફયુચર કોન્ટ્રેકટસ એક્સચેન્જ પર કેશમાં સેટલ થાય છે અને ભારતમાં આકોન્ટ્રેકટસ માટે કોઈ ડીલિવરી બેઝડ સેટલમેન્ટની પ્રણાલી નથી. 

જેથી અણધારી આવી પરિસ્થિતિના કિસ્સામાં આકોન્ટ્રેકટસનું સેટલમેન્ટ બેઝ ભાવ રૂ.૧માં થવું જોઈએ. નેગેટીવ ભાવ એ અતાર્કિક અને આર્બિટ્રરી છે અને ભારતમાં સેટલમેન્ટ સિસ્ટમના ફંડામેન્ટલ અને મૂળ સિધ્ધાંતોનો અનાદર છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eIonOj
via Latest Gujarati News

Post a Comment

0 Comments