નવી દિલ્હી, તા. 6 એપ્રિલ 2020 સોમવાર
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે પૂરી માનવ જાતિ પર સંકટ છે. પડકારોથી ભરેલુ આ વાતાવરણ દેશની સેવા માટે આપણા સંસ્કાર, સમર્પણ અને પ્રતિબદ્ધતાને લઈને અધિક સશક્ત થવાનો માર્ગ નક્કી કરે છે. વડા પ્રધાન મોદીએ કહ્યુ કે કોરોના વાઈરસ વિરૂદ્ધ લડત લાંબી છે તેથી થાકવાનું નથી. હારવાનું નથી માત્ર જીતવાનું છે.
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નાગરિકોને સંબંધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે યોગ્ય સમયે મહત્વના નિર્ણયો કર્યા છે. વર્તમાન પરિસ્થિતમાં કોરોનાની સામે તમામ દેશ એકજૂટ થઈને આ મહામારીનો સામનો કરી રહી છે.
જણાવી દઈએ કે, ભારતે વર્લ્ડના બધા જ આયોજનોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારત એક વિકાસશીલ દેશ છે.
આપણે ગરીબી વિરૂદ્ધ લડાઈ લડવામાં સક્ષમ છીએ. તેથી જ નિરંતર પ્રયાસ કરતા આગળ વધી રહ્યા છીએ. આપણા વિચાર, સંકલ્પ એક સરખા હોવા જોઈએ.
આપણા દેશના દરેક નાગરિકે ખૂબ જ ધીરજ અને સહિષ્ણુતાની સાથે સાથ આપ્યો છે. પછી ભલે તે લાંબા સમયનું લોકડાઉન હોય કે, એક દિવસનું જનતા કર્ફ્યુ. દેશના દરેક નાગરિકે એકજૂટ થઈને આ મહામારીના સમયમાં કામ કરી રહી છે. દેશના દરેક નાગરિક ખુદ તો બચાવી રહ્યા છે, પરંતુ દેશને પણ બચાવી રહ્યા છે. તેથી જ ભારતના દરેક નાગરિકોને કોટી-કોટી નમન કરીએ તેટલુ ઓછુ છે. આ વિશેષ પરિસ્થિતિમાં તેમાંથી કેટલાક કાર્યો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
કોરોના વાઈરસના મામલે પીએમ મોદીએ કહ્યું કે, ભારતે સમયસર આ સંકટને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર મળીને આકરા નિર્ણયો લઈ રહ્યા છે. ભારતે કોરોના સાથેના વ્યવહાર માટે લીધેલા નિર્ણયો વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયા છે.
ભારતના નિર્ણયની દુનિયામાં ચર્ચા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, WHO એ પણ ભારતના આ પગલાની પ્રશંસા કરી છે. તે સિવાય ઘણા ફોરમમાં કોરોનાના મુદ્દે ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. અમે ઘણા દેશોના વડાઓ સાથે વાત કરી છે, આપણો દેશ વિકાસશીલ દેશ છે, જે ગરીબી સામેની લડત લડી રહ્યો છે. પરંતુ આ કટોકટીની વચ્ચે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીના ભાજપના કાર્યકર્તાઓને આગ્રહ
- પ્રથમ આગ્રહ છે કે, ગરીબોને ભોજન માટે અવિરત સેવા અભિયાન. એક એક ભાજપ કાર્યકર્તા તે સુનિશ્વિત કરી લે કે, અમારી આજુબાજુ કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહે.
- બીજો આગ્રહ છે કે, કોઈની પણ નજીક જતા સમયે ફેસ માસ્ક પહેરવા જોઈએ. સાથે જ 5 થી 7 અન્ય લોકો માટે પણ ફેસ માસ્ક બનાવીને તેનું વિતરણ કરી શકીએ છીએ. આ મહામારીના સમયમાં ફેસ માસ્ક બનાવી જનતાની સેવા કરીએ.
- ત્રીજો આગ્રહ છે કે, ધન્યવાદ અભિયાન ચલાવવા માટે પાર્ટી તરફથી અમને એક પત્ર આપવામાં આવ્યુ છે. 5 અલગ-અલગ વર્ગ માટે ધન્યવાદ પત્ર આપો. જેમાં મેડીકલ ઓફિસર, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી, બેન્ક કર્મચારી અને અન્ય જૂથમાં કામ કરતા કાર્યકર્તાઓને ધન્યવાદ કરવો જોઈએ.
- ચોથો આગ્રહ છે કે, ભારત સરકારે આરોગ્ય સેતુ એપ વિકસાવી છે. તેની વધારે પડતા લોકોને જાણકારી આપો અને ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં આ એપને ઈન્સ્ટોલ કરાવો જેથી તેમને બધા જ પ્રકારની જાણકારી મળી રહે.
- આપણી માતા-બહેને યુદ્ધ સમયે પોતાના ધરેણા અને સોનું આપતી હતી અને દાનનો ધોધ વહેતો હતો. જેથી આ સમયે પણ પીએમ કેઅર્સ ફંડમાં દાન આપો. પાંચમો આગ્રહ છે કે, પ્રત્યેક ભાજપ કાર્યકર્તાઓને આ મહામારીના સમયમાં પોતાને યોગદાન આપવાનું છે. જેથી દરેક વર્ગને આ મુસીબતના સમયમાં મદદ મળી રહે. સમગ્ર દુનિયા માટે આ વાયરસથી બચવાનો એક જ મંત્ર છે કે, સોશિયલ ડિસ્ટેટીંગ અને સરકારના દરેક નિયમનું શાંતિથી પાલન કરવું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JGfQx1
via Latest Gujarati News
0 Comments