
મુંબઈ,તા.૯ મે, 2020, શનિવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન જાહેર થયું ત્યારથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકડાઉન ઉલ્લંઘનના કેસો નોંધાયા છે. આ સંદર્ભે અત્યાર સુધીમાં ૧૯૨૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ ૧.૦૨ લાખ કેસ નોંધવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં આજે શનિવાર સાંજ સુધીમાં કોવિડ-૧૯થી પોલીસના ૭૧૪ કર્મચારી જેમા ૮૧ અધિકારીનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આમાંથી ૬૧ કર્મચારી સારા થઈ ઘરે આવી ગયા છે. કોરોનાથી બાધિત પોલીસના સૌથી વધુ કેસ મુંબઈના છે.
રાજ્યમાં પોલીસ પર હુમલાના કુલ ૧૯૪ કેસ નોંધી ૬૮૦ જણાની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં પોલીસ અને હોમગાર્ડના ૭૩ જવાનો ઈજા પામ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zrmJ3i
via Latest Gujarati News
0 Comments