
- ૬૩૦ લાખ જેટલા અંદાજીત એમએસએમઈઝને ટેકો આપવા સરકારે એમએસએમઈઝ માટે ક્રેડિટ પ્રોટેકશન સ્કિમ લાવવી જોઈએ : સીઆઈઆઈ
કોરોના મહામારીનું સંકટ દેશમાં વધી રહ્યું છે અને સરકારે કેટલીક છૂટછાટો આપ્યા છતાં ઉદ્યોગો ફરી શરૂ કરવામાં થઈ રહેલી મુશ્કેલીના ચાલતાં દેશના ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયાને જંગી નુકશાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે, અને ઉદ્યોગો મહાસંકટમાં આવ્યા છે, ત્યારે ઉદ્યોગોને ખાસ નાના બિઝનેસોને રૂ.૧૫ લાખ કરોડનીત્વરિત સ્ટીમ્યુલસ રાહત આપવા કેન્દ્ર સરકારને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(સીઆઈઆઈ) દ્વારા રજૂઆત કરાઈ છે. આ રૂ.૧૫ લાખ કરોડ ભારતની જીડીપીના ૭.૫ ટકા જેટલા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક તરફ રૂ.૪.૨ લાખ કરોડનું ઋણ-બોરોઈંગ કરવાની ફરજ પડી છે.
સીઆઈઆઈના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, લોકડાઉનનો ત્રીજો તબક્કો ૧૭,મે ૨૦૨૦ના પૂરો થવા સુધીમાં ભારતીય ઉદ્યોગે બે મહિનાનું ઉત્પાદન ગુમાવ્યું હશે. કોવિડ-૧૯એ અર્થતંત્ર ભીંસમાં આવ્યું છે. જેથી સીઆઈઆઈ સરકારને રૂ.૧૫ લાખ કરોડનું ત્વરિત સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવા માંગ કરી છે. આ પેકેજ દેશના જીડીપીના ૭.૫ ટકા જેટલું થશે. આર્થિક પ્રવૃતિઓ છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી અંકુશિત રહેતાં અને અર્થતંત્ર પર નેગેટીવ અસરથી હવે અમારા અગાઉના અંદાજથી વધુ મોટી નુકશાની આવી પડવાનો અંદાજ છે.
કોરોના મહામારીથી સંકટમાં આવી ગયેલા દેશના ૬૩૦ લાખ જેટલા અંદાજીત એમએસએમઈઝને ટેકો આપવા સરકારે એમએસએમઈઝ માટે ક્રેડિટ પ્રોટેકશન સ્કિમ લાવવા સીઆઈઆઈ દ્વારા સૂચવાયું છે. જેના થકી સરકારે જો ઋણ લેનાર એ ચૂકવવામાં નિષ્ફળ-ડિફોલ્ટર થાય તો લોનના ૬૦ થી ૭૦ ટકા ચૂકવી આપવાની ગેરંટી આપવી જોઈએ. સરકારે જે ગેરંટી આપે એ રકમ ચૂકવવી જોઈએ. જેથી ધિરાણદારને જોખમ મર્યાદિત રહેશે. આ પ્રસ્તાવથી બેંકોને પણમાંદા ક્ષેત્રને તેમની કાર્યકારી મૂડીની જરૂરીયાતને પહોંચી વળવા ધિરાણ આપવા પ્રોત્સાહન મળશે.
આ સ્ટીમ્યુલસમાં પહેલા જ જાહેર થયેલા રૂ.૧.૭ લાખ કરોડના સ્ટીમ્યુલસ ઉપરાંત જેએએમ એકાઉન્ટ ધારકોને રૂ.૨ લાખ કરોડ કેશ ટ્રાન્સફરનો સમાવેશ થવો જોઈએ. આ સાથે સાહસો-એન્ટરપ્રાઈસીઝ તેમના કામદારોને વેતનની ચૂકવણી કરી શકે અને કોઈ રોજગારી ગુમાવવી ન પડે એ માટે બેંકો દ્વારા ત્વરિત વધારાની રૂ.૨ લાખ કરોડની કાર્યકારી મૂડીની લિમિટની જોગવાઈ કરવા સૂચવાયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fBtws0
via Latest Gujarati News
0 Comments