
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, 9 મે, 2020, શનિવાર
લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવાના આરોપસર પોલીસે બાંદરા જીમખાનાના મેમ્બરો સામે કેસ દાખલ કર્યો છે. આ ક્લબમાં મેમ્બરનો ઉજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
લોકડાઉનમાં કોરોના વાઇરસને પ્રસરતા રોકવા માટે સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં બાંદરાના જીમખાનાના ૮૫ વર્ષીની ઉજવણી કરવામાં આવી હોવાન કહેવાય છે.
પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ કરતા વકીલે કહ્યું હતું કે જીમખાનાના ૮૫ વર્ષની ઉજવણી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જીમખાનાના મેમ્બર કાર્યક્રમમાં ગીત અને ડાન્સ કરતા વીડીયો જોવા મળે છે.
પોલીસે જીમખાનાના મેમ્બર અને અન્ય સંબંધીત વ્યક્તિ સામે કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ કેસ દાખલ કર્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35JGEqi
via Latest Gujarati News
0 Comments