મુંબઇની સરકારી હોસ્પિટલોમાં કોરોના દરદીઓની સારવાર માટે 1172 ખાનગી ડોક્ટરો તૈયાર



મુંબઇ, તા.11 મે, 2020, સોમવાર

સરકારી હોસ્પિટલો સાથે જોડાઇને કોવિડ-૧૯ની મહામારી સામે લડવા માટેની ઇચ્છા મુંબઇના ઓછામાં ઓછા ૧,૧૭૨ ખાનગી ડોક્ટરોએ દર્શાવી છે. આ સાથે જ ડોક્ટરોની સંખ્યા વધતા મહારાષ્ટ્ર  સરકાર દેશમાં કોરોનાના ઉત્પાતના કેન્દ્ર સમા મુંબઇમાં આઇસોલેન (સંસર્ગ નિષેધવાળી) માટેની વ્યવસ્થામાં વધારો કરવા વિચારે છે.

મૂળ યોજના ખાનગી ડોક્ટરોની સેવા એક મહિના માટે લેવાની હતી પરંતુ સરકાર હવે આ મુદતને કદાચ બે માસ સુધી પણ લંબાવે.

તાજેતરના સર્વેક્ષણમાં સરકારને જણાવ્યું હતું કે મુંબઇમાં ઓછામાં ઓછા દસ હજાર ખાનગી ડોક્ટરોએ કોવિડના સંક્રમણની  દહેશત વચ્ચે તેમના ક્લિનિકો બંધ કર્યા છે કે પછી દરદીઓને કન્સલ્ટ કરવાનું સ્થગિત કર્યું છે.

હોસ્પિટલોમાં દાખલ થતા કોવિડના દરદીઓની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા સરકારે ચોથી મેએ એક જાહેરનામું જારી કરી મુંબઇના ૨૫ હજાર રજિસ્ટર્ડ અલોપેથિક ડોક્ટરોને ફોર્મભરી તેમના સ્પેશ્યાલાઇઝેશન, પસંદગીનું કાર્યક્ષેત્ર, હાલમા  સંકળાયેલા હોય તે હોસ્પિટલ કે ક્લિનિકના ન મ તથા વ્યક્તિગત સરનામાં  જેવી માહિતી આપવા જણાવ્યું હતું.

આ માહિતી જાળવવા સાથે તે તમારી (કોરોના દરદીઓની સારવાર કરવાની) ઇચ્છા તથા તમે સારવારની સેવા કયા વિસ્તારમાં આપવા ઇચ્છો છો તે દર્શાવશો. ફરજ પર હાજર નહી થવાના પગલાની ગણના મેડિકલ ડિગ્રી અનાયત કરતી વખતે અમે તમને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની નિતીસંહિતાના શપથ લેવડાવીએ છીએ તેનો ભંગ કરનાર તરીકે કરવામાં આવશે. તથા એપિડેમિક ડિસીઝ એકટ ૧૮૯૭ની જોગવાઇઓ મુજબ આવા ડોક્ટરો સામે કાર્યવાહી કરાસે મ જાહેરનામામાં જણાવાયું હતું.

રવિવાર સાંજ સુધીમાં ૭૨૩૧ ડોક્ટરોએ જરૃરી ફોર્મ ભર્યા હતા. આમાંના ૧૧૭૨ ડોક્ટરોએ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દરદીઓની સારવાર કરવાની તૈયારી દર્શાવી છે. આ ડોક્ટરોમાં એમબીબીએસ, સ્પેશ્યલિસ્ટસ તથા સર્જનોનો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wo2Sv2
via Latest Gujarati News

Post a Comment

0 Comments