મલ્ટીપ્લેક્સ અને સિંગલ થિયેટરોના માલિકોએ 30 જુન સુધીમાં થિયેટરો ખોલવા દેવાની વિનંતી કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2020, શનિવાર

છેલ્લા દસ અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર એક પણ ફિલ્મ રીલિઝ થઇ નથી. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી ઉદ્યોગ ધંધા ટપ થઇ ગયા છે. પરિણામે થિયેટરના માલિકોને ભારી નુકસાન થઇ રહ્યું છે. આ મુસીબતમાંથી બહાર લાવવા માટે થિયેટરના ઓનરોએ ૩૦ જુન સુધી થિયેટરો શરૂ કરવાની મદદ માંહી છે. 

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન અને સિંગલ સ્ક્રીનના માલિકોએ કેન્દ્ર અને રાજ્ય ્સરકારને ૩૦ જુન  સુધીમાં થિયેટરો ખોલવા દેવાની માંગણી કરી છે.  થિયેટરમાં દર્શકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન આપવામાં આવશે. અમે સખતાઇથી દરેક સૂચનાઓનું પાલન કરીશું. 

જયપુરના થિયેટરના એક માલિકે જણાવ્યું હતુ ંકે, અમને આશા છે કે ૧૫ થી જુનસુધીમાં અમને થિયેટરો ખોલવાની મંજૂરી મળી જશે. જોકે અમે ગાઇડલાઇન્સનું પાલન કરવાની પણ બાંયધરી આપી છે.

દર્શકોના એપમાં આરોગ્ય સેતુ ડાઉનલોડ કરેલું હોય તેની ચકાસણી કર્યા બાદ જ થિયેટરમાં પ્રવેશ આપવામાં આવશે.આ ઉપકાંત તેઓએ માસ્ક અને ગ્લોવઝ પહેરવા પડશે.સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. ટીકીટો ઓનલાઇન જ ખરીદી શકાશે. થિયેટરમાં સીટિંગ એરેન્જમેન્ટની ફક્ત ૫૦ ટકા ્ટીકીટો જ ફાળવવામા ંઆવશે. સિનેમાઘરોમાં સેનેટાઇઝેશનની પૂરી વ્યવસ્થા રાખવામાં આવશે. તેમજ એન્ટ્રી ગેટ પર દરેકના તાપમાન ચેક કરવામાં આવશે.તેમ છતાં કોઇ ઇમરજન્સી આવી જાય તો પીપીઇ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZRXUJe
via Latest Gujarati News

Post a Comment

0 Comments