દિગ્દર્શક રાઘવ લોરેન્સના અનાથાલયમાં18 બાળકો કોરોના ગ્રસ્ત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  30 મે 2020, શનિવાર

ચીનથી આવેલો કોરોના વાયરસ પૂરી દુનિયાને તબાહ કરી રહ્યો છે.જેમાં દિગ્દર્શક રાઘવ લોરેન્સનું અનાથાલય પણ સપાટામાં આવી ગયું છે. 

રાઘવ લોરેન્સે ટ્વીટર પર ટ્વીટ કરતાં કહ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા બાળકોને તાવ આવ્યો હતો. તેમની તબીબી તપાસ કરતા ૧૮ બાળકોને અને ૩ સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાતથી ્હું બહુ અપસેટ થઇ ગયો હતો. જોકે ડોકટર્સના અનુસાર બાળકોના સ્વાસ્થયમાં સુધારો થઇ રહેલો જોવા મળે છે. તેમનું ટેમ્પરેચર પણ ઓછું થઇ રહ્યું છે. આ લોકોની ફરી ટેસ્ટ કરવામા ંઆવશે અને ટેસ્ટ નેગેટિવ આવતા જ ડિસચાર્જ કરવામાં આવશે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મને સરકારી અધિકારીઓની બહુ મદદ મળી હતી. આ માટે હું તેમનો આભાર માનું છું. મને આશા છે કે મારી સેવાના ફળને કારણે આ બાળકો જલદી સાજા થઇ જશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mg4YHm
via Latest Gujarati News

Post a Comment

0 Comments