
મુંબઇ, તા.21 મે, 2020, ગુરુવાર
મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના કેસ વધતા જાય છે તે સાથે ક્વોરન્ટીન કરાયેલા લોકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. રાજ્યના આરોગ્ય ખાતાની માહિતી મુજબ દસમી મે પછીના માત્ર દસ દિવસમાં જ હોમ ક્વોરન્ટીન (સ્વગૃહે સંસર્ગહીન) કરાયેલા તથા સરકારી ક્વોરન્ટીન સેન્ટરોમાં રખાયેલા લોકોની સંખ્યામાં અનુક્રમે ૭૩ તથા ૮૫ ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં દસમી મેએ હોમ ક્વોરન્ટીન કરાયેલા લોકોની સંખ્યા ૨,૩૩,૩૨૦ની હતી. ૧૯મી મેએ આ સંખ્યા વધીને ૪૦૪,૬૯૨ની થઇ હતી. આજ સમયમાં સરકારી ક્વોરન્ટીન સેન્ટરોમાં રખાયેલા લોકોની સંખ્યા ૧૪૪૬૫થી વધીને ૨૬,૭૫૨ થઇ હતી.
મેડિકલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરદીઓને ઘેર જવાની રજા (ડિસ્ચાર્જ) આપવા માટેની નીતિમાં ફેરફાર કરાયાને કારણે હોમ ક્વોરન્ટીન કરાયેલાઓની સંખ્યામાં વધારો થયો છે. નવી નીતિ મુજબ ડોક્ટરો-નર્સો ચોવીસે કલાક ફરજ પર હોય તેવા સરકારી સંચાલિત દ્વિતીય સ્તરના કોવિડ કેર સેન્ટર (સીસીસી-૨)માંથી કોરોનના લક્ષણો વગરના દરદીઓને સીધા ઘેર મોકલવાના હોય છે.
મહારાષ્ટ્રમાં ૪.૫ લાખ લોકોને સરકારી ક્વોરન્ટીન સેન્ટરોમાં રાખવામાં આવ્યા છે. કોરોનાના દરદીના સંપર્કમાં આવેલા લોકો (કોન્ટેક્ટ)ની ભાળ પણ વધતી જતી સંખ્યામાં લાગી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bQL7sU
via Latest Gujarati News
0 Comments