કોવિડ-19નું જોખમ ચરમસીમાએ હોવા છતા પાલિકાએ બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરી



મુંબઇ, તા. 21 મે, 2020, ગુરુવાર

કોવિડ-૧૯ના રોગચાળાએ જોર પકડયું પછી તુરંત જ સાવચેતીના પગલા સ્વરૃપે પાલિકાએ પોતાની તેમજ રાજ્ય સરકારની હોસ્પિટલમાં કર્મચારીઓની હાજરી ચકાસવા બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમનો ઉપયોગ બંધ કર્યો હતો. જેથી કર્મચારીઓની આંગળી અંગૂઠાના સ્પર્શથી વાઇરસ ફેલાય નહીં. હવે જ્યારે આ રોગચાળો એની ચરમસીમાએ છે ત્યારે આ સિસ્ટમને પુનઃકાર્યાન્વિત કરતા કર્મચારીઓ નારાજ થયા છે.

ગયા અઠવાડિયે પાલિકા કમિશનર અને મેડિકલ એજ્યુકેશનના ડીને એક પરિપત્ર બહાર પાડયો હતો જેના અનુસાર મેડિકલ નોન-મેડિકલ અને પેરા-મેડિકલ કર્મચારીઓ માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ ફરજીયાત બનાવવામાં આવશે.

અલબત્ત પરિપત્રમાં એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે હાજરી નોંધાવવા માટેના મિશન પર આંગળી અંગૂઠો મૂકતા પહેલા અને પછી સેનિટાઇઝર અને સાબુથી હાથ ધોવા અનિવાર્ય છે. જો કે હાજરી પૂરાવવા માટેની સંભવિત કતાર અને સોશ્યલ ડિસ્ટન્સિંગની અવજ્ઞાા વિશે કમિશનરે કોઇ ટિપ્પણી નથી કરી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ylqW8y
via Latest Gujarati News

Post a Comment

0 Comments