
મુંબઈ,તા. 21 મે, 2020, ગુરુવાર
લોકડાઉનના સમયગાળામાં જીવનાવશ્યક સામગ્રીનું વહન્ન મધ્ય રેલવે પાર્સલ ટ્રેનો દ્વારા કરી રહી છે. મુંબઈ ,કલ્યાણ, નાગપુર, ભુસાવળ, સોલાપુર,પુણે અને નાશિકથી દેશભરમાં ૬૨૪૯ ટન જીવનાવશ્યક સામગ્રીઓ પહોંચાડી છે.
કોરોનાની પાર્શ્વભૂમિ પર દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવાયા બાદ રેલવેની પ્રવાસી સેવા પણ બંધ કરી દેવાઈ હતી પરંતુ માલગાડી અને પાર્સલ ટ્રેનોમાં જરૃરી વસ્તુઓનો પુરવઠો પૂરોપાડવા માટે અનેક ટ્રેનો દોડી હતી.
આ પાર્સલ ટ્રેનોના માધ્યમથી રેલવેએ દવા, ટપાલની થેલીઓ,શાકભાજી, ખાદ્યપદાર્થ, દૂધની વસ્તુઓ, ભારેખમ પાર્સલને પણ દેશના ખૂણે ખાંચરે પહોંચાડયા હતા. ૨,૩૭૩ ટન નાશવંત સામગ્રી અને ખાદ્યપદાર્થ, ૨૯૨૮ ટન ભારે પાર્સલ, ૮૬૧ ટન દવા, ૫૮ ટન પોસ્ટની બેગ અને કોમર્સની વસ્તુઓનું વહન કર્યું છે. એવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TtQO9J
via Latest Gujarati News
0 Comments