
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 21 મે, 2020, ગુરુવાર
મુંબઇગરા માટે સારા સમાચાર એ છે કે શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં આગામી ૮૦ દિવસ એટલે કે ઓગસ્ટ મહિના સુધી પૂરતુ પાણીનો જથ્થો જમા છે. જોકે આ વર્ષે પણ ચોમાસુ સમયસર છે. એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
મુંબઇ મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇને પાણી પુરવઠો પૂરો પાડતા સાતેય જળાશયો મોડક સાગર, વિહાર, તુલસી, તાનસા અફર વૈતરણા, ભાતસા તથા મિડલ વૈતરણામાં મળીને કુલ ૩,૦૩,૬૨૦ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા છે. જ્યારે આ સમયે ગયા વર્ષે જળાશયોમાં ૧,૮૧,૮૧૧ મિલિયન લિટર પાણીનો જથ્થો જમા હતો. ગત વર્ષની તુલનામાં પાણી વધુ છે.
મુંબઇને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણીનું વિતરણ કરાયું છે. પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી આ વર્ષે પાણીનો કાપ મૂક્યા વગર એક્સરખું પાણીનું વિતરણ કરાયું છે. ઉલટાનું આ વર્ષે કોરોનાના લીધે મૂકાયેલા લોકડાઉનમાં ઔદ્યોગિક, કર્મસિયલ મોલ્સ, ફાઇવ સ્ટાર હોટેલો,હોટેલોમાં ઓફિસોમાં પાણી પુરવઠો બંધ હોવાથી રહેણાંક વિસ્તારને ૧૫ ટકા વધુ પાણી મળી રહ્યું છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યુ ંહતું.
શહેર પાણી પુરવટો પૂરો પાડતા સાત જળાશયોમાં મોડકસાગરમાં ૫,૩૭,૭૩૭ મિલિયન લીટર, તાનસામાં ૨૭,૧૭૮ મિલિયન લિટર, મિડલ વૈતરણામાં ૫૧,૮૦૪ મિલિયન લિટર, ભાતસામાં ૧,૫૬,૫૮૨ મિલિયન લીટર, વિહારમાં ૭,૪૫૨ મિલિયન લીટર, તુલસીમાં ૨,૮૬૭ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા છે. એટલે કે કુલ મળીને ૩,૦૩,૬૨૦ મિલિયન લીટર પાણી જમા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TsXK7c
via Latest Gujarati News
0 Comments