
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 21 મે, 2020, ગુરુવાર
મુંબઈની ઝૂંપડપટ્ટીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોનાના ઝડપથી ફેલાવાને પગલે મ્યુનિસિપલ કમિશનરે સંકટની સાંકળ તોડવા માટે આવા વસાહતોમાં દર્દીઓના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા દસ દર્દીઓને આઈસોલેશન કેન્દ્રોમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જેથી કરીને ઝુપડપટ્ટીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતી અટકી શકે.
ધારાવી, માહીમ, દાદર, વરલી, કોલીવાડા, જેવા શહેરના ગીચ વિસ્તારમાં પ્રારંભિક તબક્કે દર્દીના નિદાન બાદ જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તેમની સંપર્ણ શોધ લેવામાં આવી ન હતી. આથી દર્દીઓની સંખ્યા વધતી ગઈ છે.
પરંતુ નવ નિયુક્ત કમિશનર ઇકબાલ સિંહ ચહલે રવિવારે પાલિકાના એમ /પૂર્વ વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ગોવંડી અને શિવાજી નગરમાંકોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દરમિયાન, કમિશનરે તમામ વિભાગીય વોર્ડ ઓફિસર ને નિર્દેશ આપ્યો છે કે દરેક દર્દીના સંપર્કમાં આવતા ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને શોધી લાવ્યા પછી તેમને અલગતા કેન્દ્રમાં દાખલ કરો. એમ પાલિકાના સ્થાનિક વોર્ડ ઓફિસર ને જણાવ્યું હતું , દરેક વિભાગમાં, મોટા મેદાનમાં એકત્રીકરણ કેન્દ્રો સ્થાપવાથી આટલી મોટી સંખ્યામાં દર્દીઓ અલગ થઈ શકશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XlQhaW
via Latest Gujarati News
0 Comments