
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 21 મે, 2020, ગુરુવાર
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન માટે જાણીતા યવતમાળ વિસ્તારમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કપાસનું વેચાણ ન થતા ખેડૂતોએ આજે અનેક ઠેકાણે કપાસની હોળી કરી હતી.
યવતમાળના ખેડૂતોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેમની પાસેથી સરકાર વ્યાજબી ભાવ આપીને કપાસ ખરીદી લે. કારણ કે લાખો ટન કપાસ વેંચાવા વગર પડયું છે. આ ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. સરકારનું ધ્યાન ખેંચવા માટે જ આજે ઠેકઠેકાણે કપાસની હોળી પેટાવવામાં આવી હતી.
યવતમાળ જિલ્લામાં આ વખતે છ લાખ હેકટરમાં કપાસ ઉગાડવામાં આવ્યાની માહિતી સ્થાનિક ખેડૂત અગ્રણીએ આપી હતી. અત્યારે બેથી અઢીલાખ કિવન્ટલ કપાસનો જથ્થો વેંચાયા વગર પડયો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ આવતી સીજનમાં કપાસ ઉગાડવાની તૈયારી માટે પૈસા કયાંથી કાઢવા એ મોટો પ્રશ્ન છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ed9hzn
via Latest Gujarati News
0 Comments