
મુંબઇ તા.2 મે, 2020, શનિવાર
સમગ્ર મહારાષ્ટ્રમાં શુક્રવાર સુધીમાં લોકડાઉન ભંગના કુલ ૮૫૫૮૬ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી ફક્ત મુંબઇમાં જ ૧૦૫૮૪ કેસ નોંધાયા છે અને ૧૬૯૬૨ જણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં આ આંકડા રાજ્ય પોલીસે બહાર પાડયા હતા.
આ આંકડાઓ અનુસાર ૨૦ માર્ચથી અત્યાર સુધીમાં પોલીસ પર હુમલાની રાજ્યભરમાં કુલ ૧૬૭ ઘટનાઓ બની છે. પોલીસે આ સંદર્ભે આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુના દાખલ કરી કુલ ૫૮૦ જણની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન અવૈધ-ગેરકાયદે લોકોના પરિવહન બાબતના ૧૨૩૭ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ ૫૫ હજાર વાહનો જપ્ત કરી ૩.૦૨ કરોડ રૃપિયાનો દંડ પણ વસૂલ્યો છે.
રાજ્યમાં વિવિધ શહેરોમાં હોમ કવોરન્ટાઇન દર્દીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા વિવિધ સ્કવોડ બનાવવામાં આવી છે. આ લોકો તેમનું ઘર/સ્થળ ન છોડે તે માટે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં કવોરન્ટાઇનના નિયમનો ભંગ કરી બહાર ફરતા અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભા કરવાના આરોપસર ૬૨૨ જણ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઇપોલીસે લોકડાઉન ભંગના કુલ ૧૦૫૮૪ કેસ નોંધી કુલ ૧૬૯૬૨ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2StR4Vz
via Latest Gujarati News
0 Comments