રાજ્યમાં ગત ૨૪ કલાકમાં નવા ૧૨૩૬ દરદી નોંધાતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોથીની સંખ્યા ૧૭,૯૭૪ પહોંચી



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.7 મે, 2020, ગુરુવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનો રૌદ્રસ્વરૃપ બરકરાર રહ્યો છે. રાજ્ય સરકારના અથાગ પ્રયાસો છતાંય હજુય કોરોનાનો પ્રકોપ જારી રહ્યો છે. એમાંય મુંબઇમાં તો કોરોનાએ જાણે કાળો કેર મચાવ્યો છે. જેથી મુંબઇગરામાં હાહાકાર મચી ગયો છે. દિન પ્રતિદિન કોરોના દરદીમાં વધારો થતાં મુંબઇતો હોટસ્પોટ એટલે કે રેડઝોનમાં આવ્યું હોવાથી સરકાર અને મુંબઇ મહાનગર પાલિકાની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૧૨૧૬ દરદી નોંધાયા હતા. આથી મહારાષ્ટ્રમાં કોરોનોગ્રસ્તોની સંખ્યા વધીને ૧૭,૯૭૪ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યા ૧૧૩૯૪ પહોંચી છે.

જ્યારે આજે કોરોનાના ૪૩ દરદીઓએ જીવ ગુમાવ્યો હતો. આથી મહારાષ્ટ્રમાં મરણાંક વધીને ૬૯૪ થયો છે. એટલે કે રાજ્યમાં દર કલાકે આશરે બે દરદીએ જીવ ગુમાવ્યો છે.

આ સિવાય મુંબઇમાં કોરોનાના નવા ૬૯૨ દરદીઓની સંખ્યા ૧૧૩૯૪ નોંધાઇ છે. અને કોરોનાગ્રસ્તોની સંખ્યા થઇ છે. જ્યારે ૨૫ દરદીઓ કોરોનાના શિકાર થતા મુંબઇમાં મરણાંક ૪૩૭ થયો છે. એટલે કે મુંબઇમાં કલાક દીઠ એક દરદીએ જીવ ગુમાવ્યો છે.

જ્યારે થાણેમાં કોરોનોગ્રસ્તની સંખ્યા ૭૪૩ છે. અને પુણેમાં કોરોનાના દરદીની સંખ્યા ૨૦૦૪ છે. આમ રાજ્યમાં મુંબઇ, પુણે, થાણેમાં દરદીની સંખ્યા વધી રહી છે. એમાં મુંબઇમાં કોરોનાએ માઝા મૂકી દીધી છે. આજે રાજ્યમાં ૨૦૭ દરદી સાજા થતાં અત્યાર સુધી ૩૩૦૧ દરદીને ડિસ્ચાર્જ અપાયો છે. એમાં મુંબઇમાં ૨૪૩૫ દરદીનો સમાવેશ થાય છે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

જ્યારે મુંબઇમાં ધારાવી, કુર્લા, વરલી, મલબાર હિલ, ભાયખલા, ગોવંડી, વિક્રોલી, માનખુર્દ, અંધેરી પશ્ચિમ જેવા વિસ્તારોમાં કોરોનાએ માઝા મૂકી દીધી હોવાની મુંબઇ મહાનગર પાલિકા અવઢવમાં મૂકાઇ છે. આજે ધારાવીમાં ૫૦ દરદી નોંધાયા હતા. આથી ધારાવીમાં દરદીની સંખ્યા ૭૮૩ થયાં છે.

લોકડાઉનનો અમલનો ઠેરઠેર ઉલ્લંઘન થતા લોકો મહારાષ્ટ્ર સરકારને મુંબઇ સહિત રાજ્યમાં મિલેટરીને ઉતારવાની માગણી મોબાઇલ દ્વારા વાઇરલથી કરી રહ્યા છે.

મુંબઇમાં પાલિકાના કર્મચારીઓ ડોક્ટરો, નર્સ, બેસ્ટના કર્મચારીઓ, મંત્રાલયના કર્મચારીઓ કોરોનના સપાટામાં આવી ગયા છે.

મુંબઇની અનેક ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દરદી માટે પોતાના કબજામાં લીધી છે. અહીં દરદીઓની સંખ્યા વધતી જોઇને પાલિકાએ મુંબઇમાં ૨૦૦૦ બેડની તાત્કાલિક વ્યવસ્થા કરી છે. જેમાં બાંદરાના બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં, હાજીઅલીના એન.એસ.સી.આઇ સ્પોટ્સ સ્ટેડિયમ તથા ગોરેગામના નેશનલ સ્ટાનર્ડડ ઇન્જિનિયરીંગ (એન.એસ.ઇ)ના પ્રદર્શન સેન્ટરમાં બેડનો સમાવેશ કર્યો છે.

આ સિવાય પાલિકાની અને સરકારી હોસ્પિટલોમાં દરદીઓની સંખ્યા ખૂબ જ હોવાથી ત્યાં ક્ષમતા ઘટી ગઇ છે.પાલિકાએ અનેક ઠેકાણે ક્વોરન્ટીન સેન્ટર તથા કોવિડ કેર સેન્ટર ઉભા કર્યા છે. પાલિકા ખાસ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખાસ ધ્યાન આપી રહી છે. ત્યાં ગીચ વસતિમાં નાની રૃમોમાં લોકનો વસવાટ છે. ત્યાં જાહેર શૌચાલય, પાણીના નળો પર ભીડ થાય છે. જાહેર શૌચાલયને સાફ કરવા તથા જંતુરહિત કરવા માટે પણ પાલિકાએ કામગીરી હાથધરી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T1Deub
via Latest Gujarati News

Post a Comment

0 Comments