મહારાષ્ટ્રમાં ૫૩૧ પોલીસ કોરોનાથી પીડાઈ રહ્યા છે



મુંબઈ,તા.7 મે, 2020, ગુરુવાર

 સમગ્ર દેશમાં કોરોનાનો પ્રાદુર્ભાવ વધી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ દિવસોદિવસ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાના વિરોધમાં ફ્રન્ટલાઈન પર લડતાં યોદ્ધા એવા પોલીસોને જ કોરોના સંસર્ગ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં ૫૩૧ પોલીસો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં ૫૧ અધિકારીઓ અને ૪૮૦ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે ફરજ બજાવતા મહારાષ્ટ્ર પોલીસના પાંચ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. 

અત્યારે ૪૩ અધિકારી અને ૪૪૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત છે. જ્યારે ૩૯ જણ સારા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કોરોનાને પરિણામે મૃત્યુ પામેલાં પાંચ પોલીસ કર્મચારીઓમાં ત્રણ મુંબઈના, એક પુણે પોલીસના અને એક સોલાપુર પોલીસના કર્મચારીનો સમાવેશ થાય છે.

કોરોના વોરીયર્સ એવા પોલીસ મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત થતા આ ચિંતાની વાત છે. રાજ્ય પોલીસમાં જો કોઈને કોરોનાના લક્ષણ દેખાય તો તેમના પર તાત્કાલિક ઉપાય થાય તે માટેની યંત્રણા અને નિયંત્રણ કક્ષ સ્થાપન કરવામાં આવ્યા છે.    



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A9HWzi
via Latest Gujarati News

Post a Comment

0 Comments