ડોક્ટરો સામે કોઈ એફઆઈઆર ન નોંધવાનો પાલિકાનો નિર્ણય



મુંબઈ,તા.7 મે, 2020, ગુરુવાર

 લોકોને શારીરિક રીતે તપાસ્યા વિના જ તેમને કોરોના ટેસ્ટ (કોવિડ-૧૯) ની ભલામણ કરનાર ડાક્ટરો સામે કોઈપણ પગલાં ન લેવાનો (ગુનો ન નોંધવાનો) નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કોવિડ-૧૯ની માર્ગદશકા (૨૧) માર્ચ અનુસાર, આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ની માર્ગદશકા અનુસાર જ લેબોરેટરી પરિક્ષણ બાબતે પ્રિસ્ક્રીપ્શન લખી આપવાનું રહેશે. જોકે પાલિકાએ નોંધ્યું હતું કે, ઘણા ડાક્ટરો આ માર્ગદશકાનું ઉલ્લંઘન કરી દર્દીની શારીરિક તપાસ કર્યા વગર જ તેને ટેસ્ટ કરવાનું જણાવે છે. તાજેતરમાં એક ડાક્ટરે આ રીતે જ ટેસ્ટ કરવાનું લખી આપતાં ખાનગી લેબોરેટરી દ્વારા આ બાબતની જાણ પાલિકાને કરવામાં આવી હતી.

આ સંદર્ભે પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીને લેબોરેટરીમાં ટેસ્ટ કરવાનું લખી આપતાં પહેલાં ડાક્ટરે એ વ્યક્તિનું શારીરિક પરીક્ષણ કરવું જરૃરી છે. ડાક્ટરે એ જોવું જોઈએ કે સંબંધિત ગભરાયેલી વ્યક્તિને શ્વાસ લેવામાં કોઈ તકલીફ તો નથી થતી ને? ફક્ત દર્દીને જીજ્ઞાાસા છે અને તે જાણવા માગે છે તે માટે પણ ડાક્ટરે આવા ટેસ્ટ લખી આપવા ન જોઈએ.

આ પ્રકારની ઘટનાઓ બહાર આવ્યા બાદ પાલિકાએ આવા ડાક્ટરો સામે કાર્યવાહી કરી ગુના દાખલ કરવા નક્કી કર્યું હતું. પાલિકા રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાઓનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરતા ડાક્ટરો સામે પગલાં લેવા માગતી હતી. પાલિકાએ આવા ડાક્ટરો સામે પગલાં લેવા માગતી હતી. પાલિકાએ આવક ડાક્ટરો સામે આઈપીસીની કલમ ૧૮૮ (સરકારી આદેશોની અવજ્ઞાા) હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી શરૃ કરી દીધી હતી પણ પછીથી ખાનગી પ્રેક્ટિસ કરતાં ડાક્ટરો સાથે થયેલી મીટિંગ બાદ ડાક્ટરો સામે કાર્યવાહી કરવાની વાત પડતી મૂકવામાં આવી હતી તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે આવા ડાક્ટરો જો ખોટા કેસ કરાવવાનો પ્રયાસ કરશે તો કડક પગલાં લેવામાં આવશે તેવું પણ કહ્યું હતું. 

આ સંદર્ભે આઈએમએ (ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) ના એક પદાધિકારી મુજબ, ડાક્ટરો પીપીઈ કીટ કે કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર દર્દીઓને તપાસે છે. અમે કોઈ સડકછાપ ગુંડાઓ નથી કે ગુનેગારો નથી કે અમારી સામે ગુના દાખલ કરવામાં આવે. મહામારીના આવા સંકટમાં ડાક્ટરો સામે આવા પગલાં લેવા એ બાલીશતા છે. સામે ડાક્ટરોએ પણ દર્દીઓને યોગ્ય રીતે તપાસ્યા વગર ટેસ્ટનો આગ્રહ રાખવો ન જોઈએ.    



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cglgLI
via Latest Gujarati News

Post a Comment

0 Comments