
મુંબઈ, તા. 7 મે, 2020, ગુરુવાર
કોરોનાના દરદીઓની સતત સેવા- સારવાર કરતા ડોક્ટરો, નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓ માટે સુરક્ષા કવચ તૈયાર થઈ રહ્યું છે. આવું સુરક્ષા કવચથી એન-૯૫ માસ્ક અને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ(પીપીઈ) પર લગાડવાથી હોસ્પિટલની ફરસ પરનાં કોરોનાનાં ચેપી જંતુઓનો નાશ થશે. આવું સુરક્ષા કવચ એટલે એન-૯૫ માસ્ક અને પી.પી.ઈ. પરનું વિશિષ્ટ પ્રકારનું પડ.
આવું સુરક્ષા કવચ મુંબઈ યુનિવર્સિટી અને સ્વચ્છ ઉર્જા એલાયન્સના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થઈ રહ્યું છે. આવા સુરક્ષા કવચની રચનામાં એન્ટિ વાઈરલ નેનો ટેક્નોલોજી આધારિત પડનો ઉપયોગ થયો છે. ઉપરાંત તેમાં ઉત્તમ ગુણવત્તાવાળા પોલીમર અને અમુક ધાતુના નેનો પાર્ટિકલ્સનો પણ ઉપયોગી થયો છે.
વળી, આવા સુરક્ષાકવચમાં વપરાયેલાં રસાયણો પણ જરાય હાનીકારક નથી.
સુરક્ષા કવચ તૈયાર કરનારી ટીમના સભ્યોએ એવી માહિતી પણ આપી હતી કે અમારું આસુરક્ષા કવચ અને તેના પરનું ખાસ પ્રકારનું પડ ફક્ત ૧૫ મિનિટમાં સુકાઈ જઈ શકે છે. વળી, આ વિશિષ્ટ પડ કોરોનાનાં જંતુઓનો નાશ પણ કરશે. પરિણામે તબીબી કર્મચારીઓને કોરોનાનો ચેપ નહીં લાગે. તેમની જિંદગીની સંપૂર્ણ રક્ષા થશે. મહત્ત્વની બાબત તો એછે કે આ સુરક્ષા કવચનું પ્રયોગશાળામાં પરીક્ષણ પણ થયું છે. જે સફળ રહ્યું છે. ઉપરાંત આ સુરક્ષા કવચ કિંમતમાં પણ સસ્તુ રહે એવા અમારા પ્રયાસો છે. હવે અમે આ સુરક્ષા કવચના અંતિમ પરીક્ષણ માટે તેને નેશનલ ઈન્સ્ટિય્યૂટ ઓફ વાઈરોલોજી (પુણે) અને બી.એસ.એલ-૩ અને ચાર સ્તરના પરીક્ષણ માટેની પ્રયોગશાળામાં પણ મોકલીશું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wbxaks
via Latest Gujarati News
0 Comments