
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 8 મે, 2020, શુક્રવાર
ઔરંગાબાદ પાસે કરમાડ આ ઠેકાણે સટાણા વિસ્તાર માં માલગાડીના નીચે આવીને બીજા રાજ્યના ૧૬ મજૂરો ની મોત થઇ, આ દુર્ઘટના માટે તીવ્ર શોક વ્યક્ત કરીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ દરેક મૃતકોના પરિવારને મુખ્યપ્રધાન રાહત ભંડોળ માંથી ૫/૫ લાખ રૃપિયા ની સહાયતા આપવાની જાહેરાત કરી છે. તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓની તબીબી સારવાર સરકારતરફથી કરવાના આદેશ પણ સંબંધીતોને આપ્યા છે. બીજા રાજ્યોના મજૂરો અને કામગારોમાંટે વધુથી વધુ રેલગાડીઓ છોડવામાટે કેન્દ્ર સરકાર સાથે સતત ચર્ચા ચાલી રહી છે અને ટૂંકસમયમાંજ બધા મજૂરો અને કર્મચારીઓને પોતપોતાના ગામ મોકલવાની સુવિધા થશે, એટલે બધા મજૂરો /કર્મચારીઓએ ધીરવજ રાખવી, એવુ આવાહન પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કર્યું છે. આજે સવારે આ દુર્ભાગ્ય પૂર્ણ ઘટના ની જાણકારી મળતાજ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ તત્કાલ મુખ્ય સચિવ તેમજ રેલપ્રશાસન ના વરિ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને હોનારત અંગે ની તમામ વિગતો જાણી લીધી. બીજા રાજ્યના મજૂરો જાલના વિસ્તારમાં એક સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા અને જાલનાથી રેલમાર્ગે પાટા ઉપર થી ચાલતા નીકળ્યા હતા. રેલના પાટાઉપરજ તેઓ સુતા હોવાથી સવારે મળસ્કે માલગાડી તેમના ઉપરથી જતા ૧૬ મજૂરોનું ત્યાંજ મોત થયું, બે જણ ઘાયલ થયાં છે અને તેમનાઉપર સારવાર ચાલી રહી છે. છેલ્લા ૪/૫દિવસથી મહારાષ્ટ્ર ના વિવિધ વિસ્તારથી વિશેષ શ્રમિક રેલવે છોડવામાં આવી રહી છે. એમાંથી આશરે એક લાખ લોકો પોતપોતાના ગામ પહોંચી ગયા છે. આવતા અમુક દિવસોમાં રાજ્યમાં અટકી પડેલા બધા શ્રમિકો વ્યવસ્થિત રીતે પોતપોતાના ગામ પહોંચી જશે, એવી રીતનું નિયોજન કરવામાં આવ્યું છે અને રેલ મંત્રાલય સાથે /પ્રશાસનસાથે સતત કો ઓડનેશન ચાલુ છે. હાલ મુંબઈ થી રેલગાડી છોડવાનો નિર્ણય થયો છે. એટલે અનેક મજૂરો /કર્મચારીઓ ઘરભેગા થશે. પણ જાન ઉપર ઉદાર થઈને, પોતાને ખતરામાં નાખીને જોખમ ઉઠાવશો નહીં, એવુ આવાહન પણ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કર્યું છે. બીજા રાજ્યના બધા મજૂરો /કર્મચારીઓ ની રહેવાની સુવિધા તેતે ઠેકાણે જિલ્લા પ્રશાસન એ કરી છે, છેલ્લો મજુર તેના ઘરે જાય ત્યાં સુધી અમે તેમના ભોજન ની અને તબીબી સારવારની સગવડ કરી રહ્યા છે. એટલે પોતાની રહેવાની જગ્યા (નિવારા કેન્દ્રો ) છોડીને તરત બહાર જશો નહીં. રેલવે ટાઈમટેબલ સંદર્ભે બધા મજૂરોને રેલપ્રશાસન અને સરકાર તરફથી બરાબર જાણ કરવામાં આવશે, એવી સ્પષ્ટતા પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કરી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WC2LuI
via Latest Gujarati News
0 Comments