૧૯૦૦ ભારતીયો વિદેશથી મુંબઇ ફરશે, તે માટે ૮૮ હોટલમાં ક્વોરેન્ટાઇન્ડ કરવામાં આવશે



 (પ્રતિનિધિ દ્વારા )                 મુંબઈ તા.8 મે, 2020, શુક્રવાર

 વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોનું વતન આવવાનું શરૃ થયું છે.  'વંદે ભારત મિશન' અંતર્ગત જુદા જુદા દેશોના ૧૫ હજાર જેટલા ભારતીયોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે.  એમ મુંબઇમાં ૧૯૦૦ મુસાફરોને પણ પરત લાવવામાં આવશે.  મુંબઈ મહાનગરપાલિકાએ આ લોકોને અલગ રાખવા શહેરની ૮૮ હોટલોમાં ૩૩૪૩ ઓરડાઓ ગોઠવ્યા છે.

   ૭ મેથી દેશના ૧૪,૮૦૦ લોકોને ૬૪ સ્પેશિયલ ફ્લાઇટ્સ દ્વારા વિશ્વના વિવિધ દેશોમાંથી પરત લાવવામાં આવશે.  આમાંની સાત ફ્લાઇટ્સ ૧૯૦૦ લોકોને મુંબઇ લાવશે.

 સાત દેશોના ૧૯૦૦ નાગરિકો મુંબઇ આવશે

 મળતી માહિતી મુજબ મુંબઈના ૧૯૦૦ નાગરિકો બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, સિંગાપોર, યુકે, મલેશિયા અને અમેરિકાથી આવી રહ્યા છે.પાલિકા આપેલી માહિતી અનુસાર તેઓને અલગથી રાખવા માટે શહેરની, ૮૮ હોટલોમાં બે, ત્રણ, ચાર અને ફાઇવ સ્ટાર હોટલ શામેલ છે.  ૮૮ હોટલની સૂચિમાં કેટલાક ને રૃમ અને એપાર્ટમેન્ટ હોટલનો પણ સમાવેશ છે.

 'વંદે ભારત મિશન' અંતર્ગત વિશ્વના દેશોમાંથી પરત લાવવામાં આવતા ભારતીયોને ૧૪ દિવસ માટે અલગ રાખવામાં આવશે.  આ માટે, દરેક રાજ્ય વહીવટી તંત્રને આ લોકોને અલગ રાખવા માટેની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.  ગુરુવારે, યુએઈથી બે ફ્લાઇટ્સ ભારતીયોને લઈને કેરળના કોઝિકોડ અને કોચી પહોંચી હતી.  આ બંને ફ્લાઇટમાં કુલ ૩૬૩ ભારતીય નાગરિકોને સાથે લાવવામાં આવ્યા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SQiKnT
via Latest Gujarati News

Post a Comment

0 Comments