
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 8, મે, 2020, શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યો છે કે તેલંગાણાની જેમ મહારાષ્ટ્રમાં પણ ૧૭ મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે. ઉદ્ધવે ગુરુવારે રાજ્યમાં સર્વપક્ષીય બેઠકને સંબોધન કર્યા બાદ સંકેત આપ્યો હતો કે ૧૭ મે પછી પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન જળવાઈ રહેશે. વહીવટી અધિકારીઓ સાથેની બેઠકમાં ઉદ્ધવે સૂચના આપી હતી કે ૩૧ મે સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને ગ્રીન ઝોન બનાવવાનું કામ થવું જોઈએ, જે ૩૧ મે સુધી લોકડાઉન વધારશે તેવું ચર્ચાઈ રહ્યું છે
ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસના વધતા ચેપ અંગે સર્વપક્ષીય બેઠક યોજી હતી. ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે રાજ્યમાં કોરોના રોકવા માટે લેવામાં આવતા પગલાઓની ચર્ચા કરી. આ બેઠક દરમિયાન મનસેના નેતા રાજ ઠાકરેએ મુખ્યમંત્રીશ્રીને રાજ્યમાં લોકડાઉનનું કડક પાલન કરવાનું સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને એસઆરપીએફને મુંબઇ સહિત અન્ય જિલ્લાઓના કન્ટેનર ઝોનમાં તૈનાત કરવા જોઈએ. જોકે
ઉદ્ધવ ઠાકરે અમલમાં ૩૧ મે સુધીમાં મહારાષ્ટ્રને ગ્રીન ઝોનમાં લાવવાનું અલ્ટીમેટમ તમામ અધિકારીઓને હ આપ્યું હતું.
આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ ઉદ્ધવને સલાહ આપી હતી કે, ૧૭ મે પછી પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન જળવાઈ રહે. આ ઉપરાંત ભાજપના નેતા પ્રવીણ દારેકરે, વંચિત વિકાસ આઘડીના પ્રકાશ આંબેડકર અને મનસેના નેતા રાજ ઠાકરેએ પણ સીએમ ઉદ્ધવને આવી જ સલાહ આપી હતી.કોરોના ની લડાઈમાં અમે કોઈપણ પ્રકારનું રાજકારણ કર્યા વગર માત્ર સરકાર ને સહકાર આપીશું એવી ખાતરી વિપક્ષોએ આપી હતી
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LfdmGB
via Latest Gujarati News
0 Comments