લાલબાગ ગણેશોત્સવ મંડળ આ વર્ષે નાગરિકો પાસેથી ફાળો નહીં ઉઘરાવે



મુંબઈ,તા.9 મે, 2020, શનિવાર

 ગણેશોત્સવ એ મુંબઈની આગવી ઓળખ છે. પરંતુ આ વર્ષે ગણેશોત્સવ પર કોરોના વાયરસનું સંકટ તોળાઈ રહ્યું છે. લોકડાઉનને કારણે અનેક લોકોની આથક સ્થિતિ નબળી પડી છે. તેથી આ વર્ષે લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ, ગણેશગલ્લીએ લોકો પાસેથી વર્ગણી (ફાળો) ઉઘરાવ્યા વિના જ ગણેશોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો છે.

ગણેશગલ્લીના ગણપતિ મુંબઈના રાજા તરીકે પ્રસિદ્ધ છે. ગણેશોત્સવ દરમ્યાન દરવર્ષે લાખો લોકો ગણેશ ગલ્લીમાં દર્શન માટેઆવે છે. કોરોના વાયરસને કારણે લોકોની આવક પર અસર થઈ છે. આથી મંડળના પદાધિકારીઓએ આ વર્ષે લોકો પાસેથી ફાળો ન ઉઘરાવતાં જ ગણેશોત્સવ મનાવવાનો નિર્ણય લીધો છે.

'કોવિડ-૧૯ને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને આવી પરિસ્થિતિમાં અમારે તેમના પર વર્ગણીનો ભાર નાંખવો નથી. આથી જ આ વર્ષે અમે ફાળો ન ઉઘરાવવાનો નિર્ણય લીધો છેદ એવું મંડળના ફેસબૂક પોસ્ટ પર કહેવામાં આવ્યું છે. મંડળના આ નિર્ણયને અનેક લોકોએ બિરદાવ્યો છે. મુંબઈના કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી મુંબઈ રેડ ઝોનમાં છે. ગત ૪૫ દિવસથી અનેક દુકાનો, વ્યવસાયો બંધ છે. તેની અસર લોકોની આથક સ્થિતિ પર થઈ છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WG8K1D
via Latest Gujarati News

Post a Comment

0 Comments