અંધેરીની હોસ્પિટલમાં 60 વર્ષીય વૃદ્ધ કોરોનાના દર્દીની આત્મહત્યા



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૯, મે, 2020, શનિવાર

અંધેરીની હોસ્પિટલમાં ૬૦ વર્ષીય વૃદ્ધ કોરોનાના દર્દીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધું હતું. આ સિનિયર સિટીઝને હોસ્પિટલમાં ગળાફાંસો ખાધો હતો., બીમારીથી કંટાળીને હતાશામાં તેમણે આ પગલું ભર્યું હોવાની શંકા છે. એમઆઇડીસી પોલીસે આ  મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ હાથધરી છે.

મહારાષ્ટ્રમાં અગાઉ પણ કોરોનાના દરદીની આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસની  ઘટની બની છે. કોરોના થતા દર્દી ગભરાય જતા હોવાનું કહેવાય છે. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર બાદ કોરોનાના અનેક દર્દી સાજા થઇ રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે કોરોના થતા ૬૦ વર્ષીય વૃદ્ધને અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ તેમણે હોસ્પિટલની ટેરેસ પર સળીયા સાથે ગળાફાંસો ખાધો હતો. તેઓ કોરોના હતાશામ  હોવાનું કહેવાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ztjGYk
via Latest Gujarati News

Post a Comment

0 Comments