નવા સપ્તાહમાં સેન્સેક્સ 32222 થી 31022 અને નિફટી સ્પોટ 9422 થી 9022 વચ્ચે અથડાતાં જોવાશે


- યાર્ન, ફેબ્રિક અને રેડીમેઈડ ગાર્મેન્ટસ ક્ષેત્રે સક્રિય બાંસવારા સિન્ટેક્ષ લિમિટેડ પૂર્ણ વર્ષ ૨૦૧૯-૨૦ની અપેક્ષિત ઈપીએસ રૂ.૩૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૯ સામે શેર રૂ.૬૯.૪૫ ભાવે માત્ર ૧.૮૮ના પી/ઈએ ઉપલબ્ધ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 મે 2020, શનિવાર

કોરોના મહામારીનું સંકટ ફરી દેશના અનેક ભાગોમાં ઘેરાઈ રહ્યું હોવા સાથે યુરોપના રશીયા સહિતના દેશોમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારા અને આ મહામારી માટે ચાઈનાને જવાબદાર ઠેરવીને અમેરિકા હવે ચાર મહિના જૂની ચાઈના સાથેની ટ્રેડ ડિલને રદ કરવાની તૈયારીમાં હોવાની હિલચાલે વૈશ્વિક બજારોમાં આગામી સપ્તાહમાં ઉથલપાથલ સર્જાવાની પૂરી શકયતા છે. અમેરિકા સાથે યુરોપ, એશીયાના અન્ય દેશો પણ ચાઈના સાથે આ મામલે છેડો ફાડવાના મૂડમાં હોઈ આ દિશામાં કોઈપણ મોટું ડેવલપમેન્ટ બજારોને ડામાડોળ કરશે. આ સાથે આર્થિક મોરચે વૈશ્વિક સંકટની ઘડીમાં ભારત, અમેરિકા સહિત વિશ્વભરમાં બેરોજગારીની વધતી સમસ્યા અને આ માટે ભારત સરકાર દ્વારા અનિવાર્ય બની ગયેલા નવા જંગી આર્થિક સ્ટીમ્યુલસ પેકેજની રાહ જોવાઈ રહી છે. જે આપવામાં થઈ રહેલા વિલંબ છતાં આગામી દિવસોમાં કોઈપણઘડીએ આ પેકેજ જાહેર થવાની શકયતાએ બજારમાં ટૂંકાગાળામાં ક્ષણિક તેજીના ફૂંફાળા જોવાઈ શકે છે. અન્યથા વધુ વિલંબના સંજોગોમાં બજારો ડામાડોળ થવાની પૂરી શકયતા રહેશે. પરંતુ આ છતાં વૈશ્વિક બજારોની ચાલ સાથે લોકડાઉન વધુ સમય લંબાવાતાં ઉદ્યોગો-કંપનીઓની કફોડી બની રહેલી હાલતે કંપનીઓના પરિણામો આગામી બે ત્રિમાસિક માટે કંગાળ જાહેર થવાની પૂરી શકયતા છે. જેને ધ્યાનમાં લેતાં ફંડોનું શેરોમાં ઉછાળે ઓફલોડિંગ વધતું જોવાશે. જેથી આગામી સપ્તાહમાં પણ સાવચેતી જરૂરી બની રહેશે.

કેન્દ્રના રૂ.૪.૨ લાખ કરોડના બોરોઈંગ છતાં કોરોનથી વધેલા સંકટ વચ્ચે સ્ટીમ્યુલસ પેકેજમાં વધુ વિલંબ બજારોને વધુ ડામાડોળ થશે

કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૪.૨ લાખ કરોડનું બોરોઈંગ-ઋણ લેવાયાની આગામી સપ્તાહમાં ક્ષણિક પોઝિટી જોવાઈ શકે છે. પરંતુ કોરોના મહામારીના વધેલા સંકટમાં લાંબા સમયથી કેન્દ્ર તરફથી નવા મોટા આર્થિક સ્ટીમ્યુલસ પેકેજી રાહ જોવાઈ રહી છે, ત્યારે એ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબના કારણે અર્થતંત્ર વધુ ડામાડોળ થવાનું જોખમ વધ્યું હોવા સાથે આગામી દિવસોમાં શેરબજારોમાં પણ ડામાડોળ પરિસ્થિતિ જોવાઈ શકે છે. આ સાથે અત્યારે ચોથા ત્રિમાસિકના જાહેર થઈ રહેલા પરિણામોથી વિશેષ જૂન ૨૦૨૦ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો અત્યંત ખરાબ નીવડવાની પૂરી શકયતાએ શેરોમાં ખરીદીમાં ખૂબ જ સાવચેતી રાખવી સલાહભરી છે. માર્ચ ૨૦૨૦ અંતના ચોથા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં હવે આગામી સપ્તાહમાં ૧૨,મે ૨૦૨૦ના રોજ નેસ્લ ઈન્ડિયા અને ૧૩,મે ૨૦૨૦ના મારૂતી સુઝુકી ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંકના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.

માર્ચના ઔદ્યોગિક ઉત્પાદનના આંક, ચાઈના-અમેરિકી વચ્ચે ટ્રેડ મામલે મીટિંગ, ચાઈનાના આંકડા પર નજર

આગામી સપ્તાહમાં ૧૨,મે ૨૦૨૦ના રોજ ઔદ્યોગિક ઉત્પાદનના માર્ચ ૨૦૨૦ મહિનાના જાહેર થનારા, ફુગાવાનો ડબલ્યુપીઆઈ એપ્રિલ મહિના માટેના ૧૪,મે ૨૦૨૦ના જાહેર થનારા આંક, વૈશ્વિક મોરચે ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ મામલે સંભવિત મીટિંગ, ચાઈનાના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના ૧૫,મે ૨૦૨૦ના જાહેર થનારા આંક અને યુરોપમાં માર્ચ મહિના માટેના યુરો એરિયા ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન ૧૩,મે ૨૦૨૦ના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ ઈવેન્ટ્સ-પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૨૨૨૨ થી ૩૧૦૨૨ અને નિફટી ૯૪૨૨ થી ૯૦૨૨ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.

ડાર્ક હોર્સ : બાંસવારા સિન્ટેક્ષ લિ.

બીએસઈ(૫૦૩૭૨૨), એનએસઈ(મ્છશજીઉઇછજી) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૭૬માં આર.એસ.ટોસનીવાલ દ્વારા શરૂ થયેલી, ૈંર્જીં ૯૦૦૧થ૨૦૦૮, ૈંર્જીં ૧૪૦૦૧થ૨૦૦૪ સર્ટિફાઈડ, વર્ષ ૨૦૦૬માં ૧:૨ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૨૫.૩૮ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, બાંસવારા સિન્ટેક્ષ લિમિટેડ(મ્છશજીઉછઇછ જીરૂશ્ઈઠ ન્ઘ.) યાર્ન, ફેબ્રિક અને રેડીમેઈડ ગાર્મેન્ટસના ઉત્પાદનમાં સક્રિય ફાઈબર-ડાયડ યાર્નમાં એશીયામાં સૌથી મોટું સિંગલ-મિલ સેટ-અપ ધરાવતી કંપનીઓમાં એક છે. વર્ટિકલિ ઈન્ટીગ્રેટેડ સરકાર દ્વારા ફોર સ્ટાર એક્ષપોર્ટ હાઉસ તરીકે માન્ય અમેરિકા, યુ.કે., કેનેડા, સ્પેન, જર્મની, જાપાન, ફ્રાંસ, યુ.એ.ઈ. અને તુર્કિ સહિત ૫૦થી વધુ દેશોના બજારોમાં અસ્તિત્વ ધરાવે છે. કંપનીને સતત આઠ વર્ષથી એસઆરટીઈપીસી એવોર્ડ સહિતના સંખ્યાબંધ એવોર્ડ મળ્યા છે. કંપનીએ ટેક્સટાઈલ્સ અને ટેકનીકલ ફેબ્રિક્સમાં વૈવિધ્યિકરણ સાથેઉત્પાદનો ઓફર કરે છે.

કંપની પોતાનો થર્મલ પાવર પ્લાન્ટ ધરાવે છે, જે મિલ માટે ૩૩ મેગાવોટ પાવરનું ઉત્પાદન કરે છે. આ સાથે કંપની સોલાર એનજીૅ ક્ષેત્રે પ્રવેશવાનો ઉદ્દેશ ધરાવે છે. કંપનીના સંયુક્સ સાહસોમાં ઓટોમોટીવ ટેક્સટાઈલ્સ માટે ફ્રાંસની ટેસ્કાસાથે ૫૦ ટકા હોલ્ડિંગથી ટેસ્કા ટેક્સટાઈલ્સ એન્ડ સીટ કોમ્પોનન્ટસ(અગાઉ ટ્રીવ્ઝ બાંસવારા પ્રાઈવેટ લિમિટેડ) ધરાવે છે. કંપનીએ વર્ષ ૨૦૧૨માં કેરમેન સંયુક્ત સાહસમાં હોલ્ડિંગ વધારીને ૮૦ ટકા કર્યા બાદ વર્ષ ૨૦૧૫માં પૂર્ણ હોલ્ડિંગ ખરીદી લીધું હતું. 

મેન્યુફેકચરીંગ ક્ષમતા-સવલતો :

કંપનીની ઉત્પાદન ક્ષમતા ૧,૫૮,૬૩૨ રિંગ સ્પિન્ડલ, ૪૪૮ એર જેટસ્પિન્ડલ, ૪૦૫ શટલ લેસ લુમ્સ, ૩૪ એર જેકાર્ડ રૂમ્સ, ૧૦ સ્ટેન્ટર્સ(૫૦ લાખ મીટર માસિક પ્રોસેસીંગ ક્ષમતા અને ૪.૦૯ લાખ નંગ ગાર્મેન્ટસની ક્ષમતા) માસિક ૨૪૦૦ ટન યાર્ન, માસિક ૨૫ લાખ મીટર ફિનિશ્ડ ફેબ્રિક, માસિક ૬૦,૦૦૦  જેકેટ્સ અને માસિક ૩,૨૮,૧૨૫ ટ્રાઉઝર્સ-પેન્ટ અને સુટિંગ્સની  ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. કંપનીના ઉત્પાદનોમાં યાર્નમાં ૧૦૦ ટકા પોલીયેસ્ટર, વિસ્કોસ, એક્રેલિક, વૂલ, પોલીયેસ્ટર-વિસ્કોસ, પીવી વૂલ, પીવી લાઈક્રા, પીવી લિનન, પીવી હાઈ ટ્વિસ્ટ્સનો સમાવેશ છે. જ્યારે ફેબ્રિકમાં પોલી-વિસ્કોસ, કોટન, રસ્ટેડ, જેકાર્ડ, નિટેડ સહિતનો સમાવેશ છે. રેડીમેઈડ ગાર્મેન્ટસમાં કંપની ટેઈલર્ડ ક્લોધિંગ-ટ્રાઉઝર્સ, જેકેટ્સ અને વેઈસ્ટકોટ્સમાં સ્પેશ્યલાઈઝેશન સાથે દમણ અને સુરતમાં ગાર્મેન્ટિંગ યુનિટો ધરાવે છે.  

કંપની યુરોપમાં ૯૦ વર્ષ જૂની કંપની સાથે માર્કેટીંગ એગ્રીમેન્ટ, જાપાનીઝ કંપની સાથે ફેબ્રિક્સ અને ગાર્મેન્ટસના વેલ્યુ એડેડે પ્રોડક્ટના વેચાણ ાટે માર્કેટીંગ કરાર ધરાવે છે. 

પ્રમુખ ગ્રાહકોની યાદી :

કંપની પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડ્સ ગ્રાહકોમાં યુનિક્લો, કેલ્વિન ક્લેઈન, માર્કસ એન્ડ સ્પેન્સર, નેક્સ્ટ, એરો, ઝારા, સ્ટાઈલેમ, લીવાઈસ, જેસી પેન્ની, ગેપ, પીટર ઈંગ્લેન્ડ, રેમન્ડ, ટેસ્કો, રીડ એન્ડ ટેલર, મેસીઝ, ડોકર્સ, એક્સકેલીબર, જેગર, મોસ બ્રોસ., ઓક્સફોર્ડ સાથે એલેન સોલી, બેલમોન્ટે, પાર્ક એવન્યુ, અર્બના, વેનહસન, જહોન મિલર, વિલ્સ ક્લાસિક, લુઈ ફિલિપ, પાર્ક એવન્યુ, મદુરા ગાર્મેન્ટસ, ઈ-કોમર્સમાં મૈન્ત્રા ડોટ કોમ અને ફ્લિપકાર્ટ સહિતનો સમાવેશ છે. 

શેર હોલ્ડિંગ પેર્ટન :

પ્રમોટર્સ પાસે ૫૮.૮૭ ટકા, ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ લિમિટેડ પાસે ૩.૮૫ ટકા, મેફકોમ કેપિટલ માર્કેટસ લિમિટેડ પાસે ૧.૭૨ ટકા, કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ પાસે ૭.૫૩ટકા, ઈન્ડસ કામધેનુ ફંડ લિમિટેડ પાસે ૩.૫૧ ટકા અને રૂ.૨ લાખ સુધીની શેર મૂડીધારકો પાસે ૧૬.૪૮ ટકા છે.

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૫ના રૂ.૧૩૫.૮૨, માર્ચ ૨૦૧૬ના રૂ.૧૪૭.૧૯, માર્ચ ૨૦૧૭ના રૂ.૧૫૩.૨૮, માર્ચ ૨૦૧૮ના રૂ.૧૫૭.૮૩, માર્ચ ૨૦૧૯ના રૂ.૧૭૨.૦૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૨૦૯

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૧૨૯૨.૯૯ કરોડની તુલનાએ વધીને રૂ.૧૩૫૦.૯૩ કરોડ મેળવીને એનપીએમ ૧.૭૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭.૯૨ કરોડની તુલનાએ વધીને રૂ.૨૪.૧૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૪.૬૩ થી વધીને રૂ.૧૪.૧૧ હાંસલ કરી હતી.

(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૩૪૪.૨૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩૩૬.૬ કરોડ મેળવીને ગત વર્ષના સમાનગાળાની રૂ.૯૫ લાખની ચોખ્ખી ખોટની તુલનાએ રૂ.૨૦.૩૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૧.૮૬ હાંસલ કરી હતી. 

(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ : 

ચોખ્ખી આવક રૂ.૧૦૨૨.૫૮ કરોડથી વધીને રૂ.૧૦૨૨.૧૫ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૦.૮૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨૯.૬૫ હાંસલ કર્યા છે. 

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૪૧૫ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૬૩.૩૦ કરોડ અપેક્ષિત થકી પૂર્ણ વર્ષની શેર દીઠ આવક રૂ.૩૭ અપેક્ષિત છે. 

(૫) વેલ્યુએશન : સિંગલ મ્ :

ટેક્સટાઈલ્સ-સ્પિનિંગ-સિન્થેટિક બ્લેન્ડેડ ઉદ્યોગના સરેરાશ ૪.૨૫ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને બે(૨)નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૭૪ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ મ્. જે અત્યારે રૂ.૬૯.૪૫ ભાવે ઉપલબ્ધ છે. 

આમ(૧) ૫૮.૮૭ ટકા પ્રમોટર હોલ્ડિંગ ધરાવતી (૨) વર્ષ ૨૦૦૬માં ૧:૨ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૨૫.૩૮ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩)  યાર્ન, ફેબ્રિક અને રેડીમેઈડ ગાર્મેન્ટસના ઉત્પાદનમાં સક્રિય ફાઈબર-ડાયડ યાર્નમાં એશીયામાં સૌથી મોટું સિંગલ-મિલ સેટ-અપ ધરાવતી કંપનીઓમાં એક વર્ટિકલિ ઈન્ટીગ્રેટેડ સરકાર દ્વારા ફોર સ્ટાર એક્ષપોર્ટ હાઉસ તરીકે માન્ય (૪) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯માં ગત વર્ષના સમાનગાળાની રૂ.૯૫ લાખની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે રૂ.૨૦.૩૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૧.૮૬ હાંસલ કરનાર (૫) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૩૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૯ સામે એનએસઈ, બીએસઈ પર શેર રૂ.૬૯.૪૫ ભાવે માત્ર ૧.૮૮ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(જીઈમ્ૈં ઇઈય્. ર્શં. ૈંશલ્લ૦૦૦૦૦૦૧૦૭) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન લ્લ, મ્મ્, મ્મ્મ્, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : ચલિેહીઅીસજજ્રયસચૈન.ર્બસમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fxY1yV
via Latest Gujarati News

Post a Comment

0 Comments