
મુંબઇ,તા.9, મે, 2020, શનિવાર
દક્ષિણ મુંબઇમાં રમઝાન દરમિયાન આખી રાત ધમધમતા રહેતા મુસ્લિમોની બહોળી વસતી ધરાવતા અને વિસ્તારો લોકડાઇનને કારણે સૂમસામ લાગે છે. એક તો કોરોનાનો મુકાબલો કરવા લોકડાઉન અમલમાં છે અને રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી પ્રતિબંધક આદેશ જારી કરવામાં આવ્યો હોવાથી મોહમ્મદઅલી રોડ અને આસપાસના વિસ્તારો જે સામાન્ય રીતે રમઝાનમાં જાતજાતનાં વાનગીઓ મધમધતા સુંગધી શરબતો, ફાલુદા, દેશ દેશવારના ફળો અને સ્વાદિષ્ટ વ્યંજનોના વેચાણના સ્ટોલ અને રેકડીઓથી ધમધમતા અને રંગબેરંગી રોશનથી ઝગમગતા એ વિસ્તારોનો રંગ લોકડાઉનને લીધે ફિક્કો પડી ગયો છે.
દક્ષિણ મુંબઇના બી-વોર્ડમાં આવતા મોહમ્મદઅલી રોડ, પાયધૂની, ડોંગરી અને ભીંડી બજાર વિસ્તારમાં સામાન્ય રીતે રમઝાનમાં અનોખી રોનક જોવા મળતી હોય છે. રોશની અને ફલડ લાઇટના પ્રકાશને લીધે એવો ભાસ થાય છે કે દિવસ છે કે રાત છે? પણ મુસ્લિમોની બહોળી વસતી ધરાવતા આ વિસ્તારના નાગરિકો કોરોનાનો પ્રસાર અટકાવવાના પ્રશાસનનાં પ્રયાસમાં સાથ આપી રહ્યા છે અને રમઝાન ઘરમાં જ રહીને ઇબાદત કરે છે. બહાર નીકળી ભીડ કરવાનું ટાળે છે. રાત્રે આ વિસ્તારની શેરીઓમાં ખાણી-પીણીના સ્ટોલ પણ લગાડવામાં નથી આવતા મુસ્લિમ નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જેનું મહદઅંશે પાલન કરવામાં આવે છે.
'બી' વોર્ડમાં લોકડાઉનના પાલનનું ખૂબ સારૃં પરિણામ જોવા મળ્યું છે. આ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થાયાનો દર સાવ ઘટી ગયો છે. અગાઉ ૫-૪ દિવસમાં કેસ ડબલ થતા હતા જયારે હવે ૩૭.૬ દિવસે કેસ બમણા થાય છે. પાલિકાના ઇરષુ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના અમુક જ વોર્ડ એવાં છે જેમાં ૧૦૦ કરતાં ઓછા સંખ્યામાં કોરોનાના દર્દીઓ છે. આમાં 'બી' વોર્ડનો સમાવેશ થાય છે. સ્થાનિક નાગરિકો, નગકસેવકો અને પોલીસની મદદથી આ વિસ્તારમાં કોરોનાનો પ્રસાર અટકાવવામાં સફળતા મળી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YQmY2G
via Latest Gujarati News
0 Comments