
મુંબઇ તા.9 મે, 2020, શનિવાર
કોરોના વાઇરસના દરદીઓનો બ્લડ થિનરથી ઉપચાર કરવામાં આવે તો તેમના બચી જવાની તકમાં ઘણો વધારો થવામાં તે મદદરૃપ બને છે, એમ ન્યૂયોર્ક શહેરની સૌથી મોટી હોસ્પિટલ સિસ્ટમના ફિઝિશિઅનોએ કરેલા પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે આને પગલે જીવલેણ રોગની સારવારમાં એક નવી આશા જન્મી છે.
આમ છતાં જે પરિણામો મળ્યાં છે એ ઘણા જ પ્રોત્સાહજનક છે 'મારો અભિપ્રાય સાવચેતી રૃપ છે. છતાં હું કહીશ કે આ જરૃર મદદરૃપ બનશે. કઇ દવાનો ઉપયોગ કરવો અને કયા પ્રશ્નનો ઉત્તર હશે, એ જાણવાના દ્વાર ખુલી ગયા છે,' એમ આ ફિઝિશિયને ઉમેર્યુ ંહતું.
યુરોપ અને અમેરિકામાં કોરોના વાઇરસ ત્રાટક્યો એટલે છેક માર્ચથી તબીબોએ એવા અહેવાલ આપ્યા છે કે કોરોના વાઇરસના દરદીઓમાં રહસ્યમય લોહીના ગઠ્ઠા મળી આવ્યા છે, જે જેલ જેવા અને અર્ધસખત છે, જે ખરેખર અભૂતપૂર્વ પ્રદાર્થ જેવા છે. શ્વસન તંત્ર પર થયેલા હુમલાથી મૃત્યુ પામેલા દરદીઓની ઓટોપ્સીસ કરાવ્યા બાદ તેમનામાંથી આ અસામાન્ય માઇક્રો ફલોથ્સ તેમના ડેમેજ થયેલા ભાગને બદલે ફેંફસામાંથી મળી આવ્ય છે.
ગયા મહિને, ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં તબીબોએ કોવિડ-૧૯ના પાંચ અસામાન્ય કેસોની જાણકારી આપી હતી. માઉન્ટ સિનાઇના અભ્યાસમાં હોસ્પિટલમાંના ૧૪ માર્ચથી ૧૧ એપ્રિલ સુધીના સારવાર લેતા દરદીઓની જાણકારી પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. આ દરદીઓમાં, જેઓ વેન્ટિલેટર પર નહોતા અને બ્લડ થિનર થકી સારવાર લેતાં હતા તેઓ સમાન દરેજ જેઓ બ્લ્ડ થિનરથી નહોતા સારવાર લેતા એવા દરદીઓની સરખામણીમાં મૃત્યુ પામ્યા હતા. આમ છતાં દરદીઓનું એક જૂથ જે લાંબા સમયથી બ્લ્ડ થિનર થકી સારવાર લેતું હતું એ ૧૪ દિવસથી સરખામણીએ ૨૧ દિવસના મધ્યમાં રહ્યા હતા, એમ અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું.
જોકે જે દરદીઓ વેન્ટિલેટર પર હતા, તેમનો તફાવત ઘણો જુદો પડતો હતો. સારવાર લેતા ૨૯ ટકા દરદીઓની સરખામણીમાં ૬૩ ટકા દરદીઓ દવા લેતા હોવા છતાં મૃત્યુ પામ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WgW0zB
via Latest Gujarati News
0 Comments