સમયનું ચક્ર ફર્યું અને ઓટો-ચાલકો બન્યા શાકભાજીના ફેરિયા



મુંબઇ તા.9 મે, 2020, શનિવાર

સમયનું ચક્ર એવું નિષ્ઠુર છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં હતા ને નહતા કરી દે. આમેય દેશ દુનિયા પર જયારથી કોરોનાનો આતંક પ્રસર્યો છે ત્યારથી બધાના જીવન બેહાલ થઇ ગયા છે. અહીં કેટલાંકની વાતો કરીશું તો તે વાંચીને આંખમાં આસુ આવી જશે, પણ આ કહીબોએ બીજા કોઇને દોષ આપવાને બદલે આ પણ સમય વિતી જશે એમ કહી મન મનાવી લીધું છે અને અન્યોને એવું જ કરવાની પ્રેરણા પણ આપી છે.

'હું મારા પરિવારજનો માટે  કંઇક કરી શકું જેથી તેમના દાળરોટલાનું  થઇ રહે છે. રોજનું ભોજન જ નહીં, પણ પાણી, રેશન અને અન્ય ચીજવસ્તુઓ માટે પણ પૈસા તો જોઇએને, પણ હવે બધુ ગમે તેમ કરીને થઇ રહે છે,' એમ કહે છે, પ્રતાપ.

પ્રતાપ જેવા બીજા ઘણાં છે, જેમાં કાલી-પીલી ટેક્સી ચાલક ઓટોરિક્ષા ડ્રાઇવરો જેઓ તેમનું જીવન ચલાવતા પૈડા પરથી ઉતરી પરિવારજનો માટે બીજા વ્યવસાયને વળગ્યા છે.

કાલી-પીલી ટેક્સી ડ્રાઇવર સાંઇ પવાર અત્યારે રિલિફ કેમ્પમાં લોડર તરીકેનું કામ કરી પોતાનું અને પરિવારજનોના પેટનો ખાડો પુરવાનોપ્રયત્ન કરે છે. પવાર અત્યારે  ટ્રકોમાંથી માલસામાન ઉતારે છે અને રિલિફ કેમ્પમાં સાફસફાઇનું કામ કરે છે, મુંબઇના પરામાં  અગાઉ પવાર મહિને સરેરાશ રૃા.૩૦ હજાર કમાતો, પણ હવે તેને અઠવાડિયાના રૃા.૨૫૦૦ થી ૩૦૦૦ મળે છે.

દર એકાંતરે રિલિફ ટ્રક અને દાદરથી લઇ જાય કેમ્પમાં હું લોડિંગ અને અપલોડિંગનું કામ કરું છું. અને સ્વાસ્થ્ય રક્ષાના કામો પણ કરું છું, એમ તે કહે છે.

'હું માનું છું કે કોઇ કામ નાનુ નથી. મારે પરિવારની સંભાળ લેવાની છે અને લોકડાઉનને કારણે કોઇ કામ મળતું નથી. આથી આ ક ામ કરી લઉં છું,' એમ કહે છે. પવાર, 'હું માનું છું કે આ કામચલાવ તબક્કો છે, એ પણ પૂરો થઇ જશે, એમ તે ઉમેરે છે.

આવો જ એક રમેશ સિંહ છે તેની માતાને અસ્થમા અને ડાયાબિટીસ છે, જેની દવા તેને ઘણી મોંઘી પડે છે. પહેલા એ રિક્ષા ચલાવતો હવે તે એને તેની પત્ની ઘરે ઘરે શાકભાજી વેચે છે. એ કહે છે, 'મારો સાળો  શાકભાજી વેચે છે. લોકડાઉનને કારણે બધુ બંધ હોવાથી શહેરના મોટાભાગના ફેરિયા ઘરે ઘરે શાકભાજી વેચે છે. હું પણ એમ કરીને નાની આવક રળી લઉ છું.'

સૌથી આશ્ચર્યજનક એ છે કે આ કોઇ પણ વ્યક્તિ તેમની નકારાત્મકતા નથી વ્યક્ત કરતા કે બીજા પણ આળ પણ નથી નાખતા. તેઓ આશાવાદી છે અને આ તબક્કો પણ પાસર થઇ જશે, એમ કહે છે. 'આખું વિશ્વ અત્યારે જોખમમાં જીવે છે. એકબીજા પર આળ નાખવાનો કોઇ મતલબ નથી. દરેક વ્યક્તિ પોતાનાથી બનતું સારું કરે છે. આતો મહામારી છે. કોઇએ જાણી કરીને કર્યુ નથી. આપણે કોઇના પર આક્ષેપ કરીશું તો તેનો આત્મવિશ્વાસને ધક્કો લાગશે. જલદીથી સારું થઇ જશે એવા આશા રાખવી, એમ પવારે જણાવ્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YPELHa
via Latest Gujarati News

Post a Comment

0 Comments