જોગેશ્વરી, અંધેરી, વિલેપાર્લાના 'ક' (પૂર્વ) વોર્ડમાં કોરોના કેસ 12 દિવસમાં 82 ટકા વધ્યા



મુંબઇ, તા.9 મે, 2020, શનિવાર

આ મહાનગરના ઉપનગરો જોગેશ્વરી, અંધેરી તથા વિલેપાર્લે સહિત અન્ય કેટલાક વિસ્તારોને સમાવતા કે (પૂર્વ) વોર્ડમાં ૨૫મી એપ્રિલે કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના માત્ર ૨૬૫ કેસ હતા. પરંતુ ત્યારબાદ સાતમી મે સુધીના ફક્ત ૧૨ દિવસમાં આ વોર્ડમાં કોરોના કેસમાં ૮૨ ટકાનો વધારો થયો હતો. એટલે કે કુલ ૪૮૨ કેસ નોંધાયા હતા.

મોટાભાગના નવા કેસ ગીચવસતિવાળી ચાલીઓના છે. મુંબઇ મહાનગર પાલિકાએ વોર્ડવાર પોઝિટિવ કેસોની માહિતી જારી કરી ત્યાર પછી ૨૫મી એપ્રિલથી અત્યાર સુધીમાં કે (પૂર્વ) વોર્ડમાં ૧૩૧ નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, કન્ટેનમેન્ટ માટેની સમયમર્યાદા પૂરી થતા ૪૧ ઝોન નાબૂદ કરાયા હતા અને હવે ૧૭૨ કન્ટેનમેન્ટ ઝોન છે.

મરોલ પાઇપલાઇન, જોગેશ્વરી પૂર્વની ચાલીઓ, જે.બી.નગર, કોલડોંગરી તથા વિલેપાર્લે (પૂર્વ)માંથી નવા કેસ ધ્યાનમાં આવ્યા છે. આ વોર્ડમાં કેટલાક પોલીસ કર્મીઓનો ટેસ્ટ પોઝિટીવ આવતા અંધેરી બસ ડેપો નજીકના પોલીસ ફિસ ક્વાર્ટર્સ, મરોલ પોલીસ કેમ્પ, મરોલ પોલીસ કોલોની અને તેની નજીકના મરોલ ટ્રેનિંગ સેન્ટરને તાજેતરમાં કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

સહાર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના શાીનગર જેવા વિસ્તારોમાં પણ નવા કેસ નોંધાયા છે. સહાર પોલીસ સ્ટેશનના ૧૪ પોલીસ કર્મીઓનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને ક્વોરન્ટીન કરાયા છે. તેમણે વેપારી પાસેથી કેરી ખરીદી હતી. આ વેપારી કોવિડ પોઝિટીવ હતો.

મહેશભાઇ




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35NU9VT
via Latest Gujarati News

Post a Comment

0 Comments