ધારાવીના સાજા થયેલ 5 કોરોનાગ્રસ્તોનાં મોતથી તંત્રની ઉંઘ ઉડી ગઈ



મુંબઇ, તા.9 મે, 2020, શનિવાર

ધારવીના કોરોનાગ્રસ્ત પાંચ રહિશોનો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેમના મોત થયાની જાણ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને સાઝા થયેલ દર્દીઓના રાબેતા મુજબના સંપર્ક દરમ્યાન શુક્રવારે થઇ હતી. આ સાથે જ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોવિડ-19નું એક નવું જ પાસું બહાર આવ્યું છે. આ સાથે જ તેમની ઉંઘ ઉડી ગઈ છે.

આ પાંચ જણા એક મહિના અગાઉ ૧૪ દિવસ હોસ્પિટલમાં સારવાર લઇ આવ્યા હતા. ૮૦૮ પોઝિટીવ કેસ સાથે મુંબઇમાં કોરોનાની સૌથી વધુ ખરાબ અસર પામેલા ધારાવીમાં આ પાંચ રહિશોના મોત સાથે મરણાંક ૨૬નો થયો હતો. તદુપરાંત, શુક્રવારે નવા ૨૫ દરદીઓ પણ નોંધાયા હતા.

પાંચ જણાને કોરોનાનો ફરીથી ચેપ લાગ્યાની શક્યતા વિશે ટિપ્પણી કરવ નો ઇનકાર કરતા પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે અમે પાંચના મોતનો અભ્યાસ કરીશું.

પાંચ પૈકીના બે જણાના પરિવારજનોએ ખાનગી ડોક્ટરો પાસેથી ડેથ સટફિકેટ  મેળવ્યા હતા જેમાં કોવિડ-૧૯થી મોત થયાનું જણાવાયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાંથી રજા અપાયેલા લોકોના સતત સંપર્ક કરાયે તે નિશ્ચિત કરવું અમારે માટે જરૃરી છે.

સાજા થયેલા દરદીને ફરીથી ચેપ લાગવાની શક્યતા વિશે દક્ષિણ કોરિયા તથા ચીનમાં અભ્યાસ કરાઇ રહ્યા છે તથા ન્યૂયોર્કમાં કરાયેલા અભ્યાસ મુજબ અત્યંત ઓછી સંખ્યામાં દરદીઓમાં ફરીથી લક્ષણો જણાતા તેમને હોસ્પિટલમાં ફી દાખલ કરવા પડયા હતા.

સાજા થયા બાદ મરણ પ મેલા પાંચ લોકોના ડેથ સટફિકેટ અમે મેળવીશં એમ પાલિકાએ જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે ધારાવીમાં પહેલી એપ્રિલે કોરોનાનો સૌ પ્રથમ કેસ નોંધાયો ત્યારથી  અત્યાર સુધીમાં પોઝિટીવ ટેસ્ટવાળા અને હોસ્પિટલોમાંથી રજા અપાયેલા તમામ દરદીઓની અનુવર્તી તપાસ (ફોલોઅપ) હવે અમે શરૃ કરી છે.

આ કેસમાં અંતિમ ક્રિયા પહેલા મૃતદેહોને પ્લાસ્ટિક શીટસમાં પેક (લપેટવા) કરવા જેવા સ,રક્ષાના નિયમોનું પાલન કરાયું હતું કે નહીં તેની હવે અમે તપાસ કરીએ છીએ એમ અધિકારીઓએ કહ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xNdDgT
via Latest Gujarati News

Post a Comment

0 Comments