હોસ્પિટલમાં ઓવરચાર્જ કરે તો તેની ફરિયાદ જિલ્લા કલેક્ટરને ઇમેલ કરો



મુંબઇ, તા.9 મે, 2020, શનિવાર

હોસ્પિટલો દ્વારા વધુ પડતી ફી (ઓવરચાર્જ) લેવામાં આવે તો જિલ્લા કલેક્ટરોના સત્તાવાર ઇમેલ એકાઉન્ટસ પર તે વિશેની ફરિયાદો મોકલવા મહારાષ્ટ્ર સરકારે હવે દરદીઓને જણાવ્યું છે. ઓવરચાર્જ લેવાતો હોવાની અનેક ફરિયાદો મળતા સરકારે તે મુદ્દે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય કર્યો છે.

દરદીઓ તરફથી આવી ફરિયાદો મળશે તો અમે હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરીશું એમ આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું.

સ્ટેટ હેલ્થ અસ્પૂરન્સ સોસાયટીના સીઇઓ સુધાકર શિંદેએ કહ્યું હતું કે અમે રાજ્યના જિલ્લા કલેક્ટરોના ઇમેલ આઇડી જારી કર્યા છે જેથી લોકો ઓવરચાર્જ વિશેની તેમની ફરિયાદો ઇમેલ પર મોકલી શકે. ઓવરચાજગના મુદ્દે અનેક વખત ચર્ચા થઇ હતી. અને તે બાદ નિર્ણય કરાયો હતો કે આ બાબતને જિલ્લાકલેક્ટરોએ જ સીધી ઉપાડી લેવી જોઇએ. તે મુજબ ઓવરચાજગ વિશેની ફરિયાદો સંબંધીત કલેક્ટરને ઇમેલ કરવા દરદીઓને જણાવાયું છે.

ખાનગી હોસ્પિટલોની નફાખોરીના ફરિયાદો મળતા રાજ્યના આરોગ્ય ખાતાએ ૩૦મી એપ્રિલ કેન્સર અને બાયપાસ સર્જરીની તથા હિપ રિપ્લેસમેન્ટ, મોતિયો અને હનયાની શક્રિયા તથા પ્રાકૃતિકની ૧૭૩ પ્રોસિજર (સારવાર-શક્રિયા) માટેની પેકેજ કિંમત નક્કી કરી હતી. પર્સનલ પ્રોટક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ-સ્વસુરક્ષા માટેની સાધનસામગ્રી) કે ઇમ્પલાન્ટસ લેન્સ વિ.ની ખરીદી પર દસ ટકાથી વધુ માર્ક-અપ ફી લેવા સામે પણ હોસ્પિટલો પર આરોગ્ય ખાતાએ પ્રતિબંધ મૂક્યો છે. આ નિયંત્રણોનું પાલન નહીં કરનારી ખાનગી હોસ્પિટલો સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zs7V4p
via Latest Gujarati News

Post a Comment

0 Comments