
મુંબઇ, તા.9 મે, 2020, શનિવાર
રાજ્યના અર્થતંત્રને સજીવન કરવા નિમવામાં આવેલી નિષ્ણાતોની સમિતિએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે વર્તમાન વરસમાં રાજ્યની મહેસૂલી આવકમાં ૪૦ ટકાનું ગાબડું પડશે. ૧૧ સભ્યોની સમિતિએ સંકેત આપ્યો છે કે બજેટમાં ૩.૫ લાખ કરોડની આવકનો અંદાજ મૂકાયો હતો. જે રકમ હવે ઘટીને ૨.૧ લાખ કરોડ થશે.
નિષ્ણાતોએ કહ્યું છે કે લોકડાઉન પૂરું થયા પછી અર્થતંત્રને બેઠું કરવા નક્કર અને ઝડપી પગલાં જરૃરી છે. એમણે કહ્યું છે કે અર્થતંત્ર બિસ્માર હાલતમાં છે અને હવે વધુ લોકડાઉન ખમી શકે એમ નથી. ધીમે ધીમે અમુક પ્રવૃત્તિઓને શરૃ કરવાની પરવાનગી આપવી જોઇએ.
રીયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સાઇઝ (લિકર) તથા ટ્રાન્સપોર્ટ આવક રળી આપતા ક્ષેત્ર છે અને એને તત્કાળ ખુલ્લા મૂકવાની ભલામણ નિષ્ણાતોએ કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35K0tOt
via Latest Gujarati News
0 Comments