કોરોનાની સારવારમાં હાઈડ્રોક્લોરોક્વિન કારગત નથી નિવડતી



નવી દિલ્હી, તા. 9 મે, 2020, શનિવાર

કોરોનાના દરદીઓની સારવારમાં  હાઈડ્રોક્સી ક્લોરોક્વીન  કારગત નથી નિવડતી એવું  વધુ એક તબીબી પરીક્ષણ  જાણવા મળ્યું છે. નવા તબીબી અભ્યાસમાં  એવું જાણવા  મળ્યું  છે કે કોરોનાનાં  દરદીઓને સારવાર માટે  જ્યાં જ્યાં  હોસ્પિટલમાં  દાખલ કરાયાં છે ત્યાં આ દવા  આપ્યાપછી  તેમના આરોગ્યમાં  કોઈજ  સુધારો જોવા નથી મળ્યો.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં  પ્રસિદ્ધ થયેલા એક એક મહત્ત્વના  તબીબી  અભ્યાસની  વિગતો  એમ કહે છે કે ડોક્ટરોએ  એવો અભિપ્રાય  આપ્યો હતો  કે કોરોનાનાં  દરદીઓને  હાઈડ્રોક્સીક્લોરોક્વીન   ગોળી આપ્યા બાદ તેઓને  શ્વાસોચ્છવાસની  સમસ્યામાં  જરાય રાહત નથી થઈ, કે તેમના મૃત્યુ પામવાનું  જોખમ પણ જરાય  ઓછું  નથી થયું.

ન્યુયોર્કની  પ્રેસબાયટેયિન હોસ્પિટલમાં  તથા ન્યુયોર્કની  જ કોલંબિયા  યુનિવર્સિટીના  ઈર્વિંગ મેડિકલ  સેન્ટરમાં  સારવારમાં  લેતાં  કોરોનાનાં  ૧૩૭૬ દરદીઓને  આ દવાનો  ડોઝ  આપ્યા બાદ તેમના આરોગ્યમાં  કોઈ દેખીતો ફાયદો  થયો નહોતો  કે તેમની  તંદુરસ્તીને  કોઈ નુકસાન પણ થયું નહોતું. આ તમામ દરદીઓની  હારત  ગંભીર પણ હતી.  એટલે તેમને ઈમર્જન્સી રૃમમાં  દાખલ  કરાયાં હતાં.

આ  અભ્યાસની  મહત્ત્વની  વિગતો  દ્વારા એમ પણ જાણવા મળ્યું છે  કે  કોરોનાનાં  અમુક  દરદીઓને હાઈડ્રોક્લોરોક્વિન  ગોળી અપાઈ  હતી  માટે  કેટલાંકને આ દવા અપાઈ નહોતી.  હવે જે જે  દરદીઓને આદવા અપાઈ નહોતી તેમની  સરખામણીને જે  દરદીઓને આ દવા અપાઈ હતી તેમને મૃત્યુનું  જોખમ વધ્યું પણ નહોતું કે ઓછું પણ થયું નહોતું.  અથવા  દરદીઓનાં  મોઢામાં  ખાસ પ્રકારની ટયુબ મૂકીને  પછી તેમને કૃત્રિમ શ્વાસોચ્છવાસ કરાવાય  છે,   તેનું જોખમ  પણ ઘટયું નહોતું.

કોરોનાના જે દરદીને  શ્વાસોચ્છવાસની  તકલીફ થાય  છે તેના મોઢામાં  એન્ડ્રોટ્રેચિયલ(ઈટી) નામની એક ટયુબ (નળી)  મૂકાય  છે અને પછી તેને વેન્ટિલેટર સાથે જોડવામાં આવે  છે.  આવી પ્રક્રિયાથી  પેલો દરદી સરળતાથી શ્વાસમાં  ઓક્સિજન લઈ શકે છે. તેને  ઘણી રાહત મળે છે.  આ સારવારને  ઈન્ટયુબેશન  કહેવાય છે.

આ તમામ  નિરીક્ષણનેો અર્થ એવો થયોકે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન ગોળીની સારવાર અને ઈન્ટયુબેશન અથવા દરદીની  મૃત્યુના  જોખમ  વચ્ચે કોઈ જ  સંબંધ નહોેતો.

અમેરિકાના  ફૂડ એન્ડ  ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશન (એફ.ડી.એ.) નાં સૂત્રોએ  નાગરિકોને  એવી ચેતવણી આપી હતી કે  ડોક્ટરોની સલાહ વગર હાઈડ્રોક્સી ક્લોરોક્વિન કે ક્લોરોક્વિન ગોળીઓનો  ઉપયોગ ન કરવો.  મેલેરિયાના  જે દરદીઓને  આ બંને ગોળીઓ   આપ્યા બાદ તેઓને  હૃદયના  નિયમિત અને  સરળ ગતિવિધિાં ગંભીર  સમસ્યા  સર્જાઈ હતી.

બીજી બાજુ  પબ્લિક  હેલ્થ ફાઉન્ડેશન  ઓફ ઈન્ડિયનના  પ્રમુખ  ડો. કે. શ્રીનાથ રેડ્ડીએ એવી પ્રતિક્રિયા  વ્યક્ત કરી  હતી કે કોરોનાનાં  દરદીઓની  સારવારમાં  હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનો ઉપયોગ  કરવો એવા હજી સુધી સચોટ પુરાવા  કે સમર્થન નથી મળ્યું.  ખરેખર  તો આ પ્રકારની  સારવારમાં  ઘણી મોટી  સંખ્યામાં  દરદીઓનો અભ્યાસ અને તેનાં  પરિણામો  જોવા જોઈએ.  વળી,  આવો અભ્યાસ પણ  પૂર્વગ્રહરહિત  હોવો જોઈએ.   ભારતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનના  ઉપયોગ  વિશે સચોટ પરીક્ષણ  અને તેમાં  પરિણામનો ખાસ ખ્યાલ  રખાય છે.

આમ છતાં  ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ  ઓફ મેડિસીનનો  અભ્યાસ એવો નિર્દેશ પણ  કરે છે કે હકીકતમાં  નિરીક્ષણ આધારિત અભ્યાસને  ચોક્ક્સ  તારણો  તરીકે  સ્વીકારવામાં આવતો નથી.  કારણ  એ છે કે  દરદીઓની સારવારમાં  ઘણી વખત એક કરતાં વધુ  દવા પણ અપાતી હોય છે.  વિવિધ  પ્રકારની  થેરપીનો ઉપયોગ -પ્રયોગ પણ થતો હોય છે.  એટલે ખરેખર તો હાઈડ્રોક્સીક્લોરોક્વિનના  ઉપયોગ વિશે  બહોળો પ્રયોગ અને તેનું  સચોટ તબીબી  પરીક્ષણ  કરવું વગેરે  બાબતો વધુ જરૃરી  છે.

બીજી બાજુ  ભારતમાં કોરોનાનો દરદીઓની સારવારમાં  હાઈડ્રોક્સી ક્લોરોક્વિન સાથે અઝી થ્રોમાઈસીન નામની ેએન્ટિ બાયોટિક પણ અપાય  છે.  બંનેનું  મિશ્રણ અપાય છે.વળી,  ભારતમાં   તો આ દવાને  માન્યતા પણ અપાઈ  છે.  આટલું જ  નહીં, કોરોનાની દરદીઓની  સારવારકરતાં  તમામ તબીબી  કર્મચારીઓને પણ આ  જ  દવા અપાય છે કે જેમનું આરોગ્ય  પણ જળવાઈ રહે.

મહત્ત્વની  બાબત તો  એ  પણ  છે કે ગયા માર્ચ-૨૦૨૦  માં ચીનમાં  આ જ  દવાના ઉપયોગ વિશે સચોટ તબીબી  પરીક્ષણ પણ થયું હતું અને તે ફાયદાકારક પણ પુરવાર થયું  હતું.  ઉપરાંત ફ્રાંસમાં  પણ કોરોનાનાં  ૨૬ દરદીઓને  આ જ દવાનો  ફાયદો થયો હતો એવા  અહેવાલ  પ્રસિદ્ધ થયા હતા.  અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ  ટ્રમ્પે તો આ દવાને  કોરોનાની  સારવાર  માટે ગેમ   ચેન્જર  એટલે  કે ચમત્કારિક  પરિણામ આપનારી  દવા  ગણવી હતી. 

તબીબી  નિષ્ણાતોના  કહેવા મુજબ  મેલેરિયાની  સારવારમાં  અપાતી  હાઈડ્રોક્સી ક્લોરોક્વિન અને  ક્લોરોક્વિન ગોળી ખરેખર તો દરદીના  શરીરમાંની એસિડીટી  (ખટાશ) નું   પ્રમાણ  ઓછું  કરે છે.  અમુક  ચેપ માનવીનાં, કોષ પર  આક્રમણ કરીને ત્યાં  ચેપ ફેલાવે છે.  હવે આવી  પરિસ્થિતિ  (ચેપ ફેલાવાની પ્રક્રિયાને)  રોકવા માટે હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનો  ડોઝ  અપાય  છે.  ઘણી વખત  આ પ્રકારના ડોઝ વધુ પણ અપાય છે.  જેના પરિણામે દરદીના  શરીરમાં ઝેરની  અસરનું  જોખમ પણ થઈ  શકે  છે એવો  મત પણ એક અભ્યાસમાં  રજૂ  થયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFVIkO
via Latest Gujarati News

Post a Comment

0 Comments