મુંબઈ,તા.9 મે, 2020, શનિવાર

 કોરોનાને કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈપણ પ્રકારનો ફી વધારો ન કરવાનો સ્પષ્ટ આદેશ સ્કૂલ શિક્ષણ વિભાગે શુક્રવારે જાહેર કર્યો છે. સાથેજ ચાલું શૈક્ષણિક વર્ષ તથા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં બાકી રહેલી ફી એક સાથે ન લેતાં માસિક-ત્રૈમાસિક ધોરણે જમા કરવાના વિકલ્પની સુવિધા આપવાનું પણ આદેશમાં જણાવાયું છે.

લોકડાઉનના સમયમાં અનેક વાલીઓને આથક સંકડામણ થઈ છે, ત્યારે સ્કૂલો દ્વારા અનેક વાલીઓને ફી ભરવાની જબરદસ્તી કરવામાં આવે છે. તેમાંય અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આ પ્રકારના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે. જેને કારણે વાલીઓ ચિંતામાં મૂકાયા છે. આથી તેમણે આ ફરજિયાતપણું અટકાવવાની સ્કૂલ શિક્ષણ વિભાગ પાસે વાલીઓએ માગ મૂકી હતી. તેની નોંધ લઈ શિક્ષણ વિભાગે ઉક્ત નિર્ણય જાહેર કર્યો છે. જે તમામ બોર્ડની તમામ સ્કૂલો માટે પૂર્વ પ્રાથમિકથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે, એવું પણ પરિપત્રકમાં સ્પષ્ટ જણાવાયું છે.   




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WGSGg7
via Latest Gujarati News