
મુંબઈ,તા. 3 મે 2020, રવિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાને નાથવા યુદ્ધ ધોરણે પ્રયાસો ચાલું હોવા છતાં દર્દીઓની વધતી જતી સંખ્યાને લીધે સ્થિતિ ગંભીર બનતી જાય છે. ઔરંગાબાદ શહેરમાં છેલ્લાં ચાર દિવસમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો નોંધાયો છે. નવા ૩૦ દર્દીઓ આવતાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ૨૭૩ થઈ છે.
માલેગાવમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જતી હોવાથી વાયરસનો ફેલાવો રોકવા બમણા જોશથી પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે માલેગાવમાં આજે ૨૭ નવા દર્દી આવ્યા હતા. આ સાથે જ કોરોનાગ્રસ્તની સંખ્યા ૩૨૫ ઉપર પહોંચી છે. માલેગાવ પાલિકા અને ભારતીય જૈન સંઘના પ્રયાસથી ડાક્ટરો સાથેની મેડિકલ વેન શહેરમાં ફેરવીને ઘરે ઘરે જઈ તપાસ શરૂ કરવામાં આવી છે. મનમાડમાં કોરોનાના પ્રસારને નાથવા માટે પાંચમી મે સુધી સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આખું મનમાડ શહેર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયું છે.
ચંદ્રપુરમાં કોરોનાનો પહેલો કેસ
મુંબઈઃ અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ ન હોવાથી ગ્રીન ઝોનમાં મૂકાયેલા વિદર્ભના ચંદ્રપુરમાં આજે પહેલવહેલો કોરોનાનો કેસ નોંધાતા હલચલ મચી ગઈ છે. એક સિક્યુરિટી ગાર્ડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તરત હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VXhXUc
via Latest Gujarati News
0 Comments