કોરોનાના ઉત્પાતમાં ગ્રામીણ વિસ્તારોમાં ૪૦ હજાર કિ.મી.ના રોડ બાંધવાની યોજના ઘોંચમાં



મુંબઇ, તા.૭

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ઉત્પાતને કારણે નિયંત્રણો લાદવામાં આવ્યા તેના ટલાક દિવસો અગાઉ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાંની રાજ્યની મિશ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ૪૦ હજાર કિલોમીટરની લંબાઇના રોડ બાંધવાની યોજના જાહેર કરી હતી.

રાજ્યના નાણા પ્રધાન અજીત પવારે છઠ્ઠી માર્ચે મિશ્ર સરકારનું સૌ પ્રથમ બજેટ રજૂ કરતા ૨૦૨૦-૨૧માં  આ મહત્વાકાંક્ષી યોજના માટે રા. ૧૫૦૧ કરોડ મુકરર કર્યા હતાં.

પરંતુ ૧૪મી માર્ચ સુધીમાં પુણે અને મુંબઇમાં રાજ્યના કોરોનાના શરૃઆતના કેસોની ભાળ લાગતાં સરકારે કોરોનાના વિષાણુઓ વધુ ફેલાય નહીં તે માટે આથક પ્રવૃત્તિઓ બંધ કરવા માંડી હતી. તેના દસ દિવસ બાદ વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કર્યો હતો. બજેટ તો મંજૂર કરવામાં આવ્યું પરંતુ નવા ગ્રામીણ રોડ માટેની યોજના માત્ર કાગળ પરની જાહેરાત જ રહી હતી.

લોકડાઉન અમલમાં હતો અને દેશમાં મહારાષ્ટ્ર કોરોના ઉપદ્રવનું મૂખ્ય મથક બની ચૂક્યું હતું તેવે સમયે ત્રીજી મેએ મુખ્ય સચિવ અજોય મહેતાએ સરકારને થઇ રહેલી મહેસુલી આવકની જંગી ખોટને ટાંકીને નવી યોજનાઓના કામકાજ શરૃ કરવા પર પૂર્ણપણે સ્થગતિ એક આદેશ દ્વારા જાહેર કરી હતી.

રાજ્યના ઇતિહાસમાં કદાચ સૌથી મોટો કાપ મૂકતા પગલામાં મહેતાએ બજેટમાં ૨૦૨૦-૨૧ માટે યોજના ખર્ચ માટે ફાળવેલા રા. ૧.૧૫ લાખ કરોડ પૈકી માત્ર ૩૩ ટકા રકમ જ યોજનાઓ માટે ખર્ચવાની મર્યાદા મૂકી હતી.

ખર્ચમાં મૂકાયેલા કાપને ધ્યાનમાં લઇને અધિકારીઓએ એકરાર કર્યો હતો કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તરીકે પણ ઓળખાતી રૃરલ રોડ ડેવલપમેન્ટ સ્કીમ (આરઆરડીએસ) હવે બાજુ પર મૂકવામાં આવી છે.

આજ પ્રમાણે ૨૦૨૨માં યોજાનારી નગરપાલિકાઓ તથા પરિષદોની ચૂંટણીઓને ધ્યાનમ  રાખીને સરકારે મુંબઇ સહિતના શહેરોમાં રોડના નવિનીકરણ તથા સમારકામની અર્બન રોડ ડેવલપમેન્ટ સ્કીમ માટે બજેટમાં ૨૦૨૦-૨૧ માટે રા. એક હજાર કરોડ ફાળવ્યા હતા. આ ફાળવણી પણ મંજૂર થઇ છતાં હજુ ગર્વમેન્ટ રીઝોલ્યુશન જારી કરાયો નથી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35EZ6jO
via Latest Gujarati News

Post a Comment

0 Comments