મુંબઈના પહેલા કન્ટેનમેન્ટ ઝોન સાયન- કોલીવાડામાંથી પ્રતિબંધો હટાવી લેવાયા



મુંબઈ, તા.7 મે, 2020, ગુરુવાર

મુંબઈના પ્રથમ કન્ટેનમેન્ટ ઝોન (પ્રતિબંધિત) વિસ્તાર વરલી- કોલીવાડામાં આજથી પ્રતિબંધો દૂર થઈ ગયા હતા. એટલે હવે અહીંના માછીમારો ટુંક સમયમાં પોતાનો કામધંધો શરૃ કરી શકશે.

વરલી- કોલીવાડા મુંબઈના સૌથી વધુ અસરગ્રસ્ત પાલિકા વોર્ડ પૈકીના એક જી-સાઉથ વોર્ડનો એક ભાગ છે અને અહીં બહુવિધ કન્ટેનમેન્ટ ઝોન્સ છે.

જોકે માછીમારોનું આ ગામ હવે ફરી સ્વસ્થ થઈ ગયું હોવાથી એના પાડોશી વિસ્તારો જનતા કોલોની અને જિજામાતા નગર પણ કન્ટેન્મેન્ટ લોકડાઉનમાંથી બહાર આવી શકે છે.

વરલી- કોલીવાડામાં કોવિદ-૧૯ના ચાર પોઝિટિવ કેસ મળી આવ્યાના બીજા દિવસે ૨૯ માર્ચથી એને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. આ ચાર પૈકીનો એક પણ દર્દી વિદેશ પ્રવાસે ગયો નહોતો અને તેઓ કોઈ કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં પણ નહોતા આવ્યા. એટલે સત્તાવાળાઓએ ઝડપથી પગલાં લઈ માછીમારોના ગામને કન્ટેનમેન્ટ ઝોન બનાવી દીધો. એને લીધે કોઈ રહેવાસી ગામની બહાર પગ નહોતો મુકી શકતો અને કોઈ અનધિકૃત વ્યક્તિને ગામમાં પ્રવેશવા પણ નહોતી દેવાતી.

એ ડહાપણભર્યું પગલુ પુરવાર થયું હતું. બેજ દિવસ પછી ગામના કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ અને બહુ જલ્દી આ આંકડો ૮૦ થઈ ગયો. ગામ આખુ કન્ટેનમેન્ટ ઝોન હોવાથી કેસ ઝડપથી શોધી શકાતા હતા અને એમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ (કોન્ટેક્ટસ)ને સહેલાઈથી શોધી લેવાતા હતા. ગામ બાકીના શહેરથી છુટી પડી ગયું હોવાથી કોવિડ-૧૯નો વ્યાપક પ્રસાર રોકી શકાયો હતો.

સાયન- કોલીવાડામાં કોરોનાના ૯૦ પોઝિટીવ કેસ નોંધાયા હતા. એમાંથી ૫૩ લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. ગામના ૭૦૦થી વધુ હાઈ-રિસ્ક અને લો-રિસ્ક કોન્ટેક્સને જાહેર ક્વોરન્ટીન સેંટરોમાં મોકલી અપાયા હતા. એ પૈકીના મોટાભાગના લોકો ઘરે પાછા ફર્યા છે.

વરલી- કોલીવાડામાં અસરે ૪૨,૦૦૦ લોકોની વસતિ છે જ્યારે એની પાડોશના જનતા કોલોની અને જિજામાતા નગરની વસતિ ૩૫,૦૦૦ છે. આ ત્રણે એરિયામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.   એનો અર્થ એવો થયો કે એમને કન્ટેનમેન્ટ ઝોન્સ જાહેર કરાયા બાદ મુકાયેલા પ્રતિબંધો કામ કરી ગયા છે.

વરલી- કોલીવાડા કન્ટેનમેન્ટથી મુક્ત થતા જી- સાઉથ વોર્ડમાં હવે ડિ-કન્ટેન્ડ વિસ્તારોની સંખ્યા ૧૧ થઈ છે. મુંબઈમાં ૧૫૦૦થી વધુ કન્ટેનમેન્ટ ઝોન્સ છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bkDk6t
via Latest Gujarati News

Post a Comment

0 Comments