
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 30, એપ્રિલ, 2020, ગુરુવાર
પ્લાઝમાં થેરપીનો પહેલો પ્રયોગ સફળ થયો એવો દાવો રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કર્યો હતો. પણ જે દરદી પર પ્લાઝમાં થેરપી કરી હતી તે દરદી આજે મૃત્યુ પામ્યા હતો. આથી આ થેરપી નિષ્ફળ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મુંબઇમાં પ્લાઝમાં થેરપીનો પ્રથમ પ્રયોગ શનિવારે લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાવન વર્ષીય કોરોનાના દરદી પર કરવામાં આવ્યો હતો. પણ આ દરદીનું આખરે આજે પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
તાવ, શરદી અને ફેફસામાં ચેપ લાગેલા બાવન વર્ષીય દરદીને ૨૦ એપ્રિલ રોજ બાંદરાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયોહતો. તેનો મેડિકલ ટેસ્ટ કરતા રિપોર્ટ કોરોના પોઝીટીવ મળ્યો હતો. ત્યાર બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલે પાલિકા પાસે તેના પર પ્લાઝમાં થેરપીનો પ્રયોગ કરવાની પરવાનગી માગી હતી. દરદીનો જીવ બચાવવા માટે આ સારવાર કરવાની પાલિકાએ પ્લાઝમાં થેરપી કરવાની સ્વકૃતિ આપી હતી.
ગત શનિવારે નાયર હોસ્પિટલમાં કોરોનાનો દરદી સાજો થતાં દરદીએ દાન કરેલા પ્લાઝમાં લીલાવતી હોસ્પિટલમાં આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ શનિવારે તે દરદી ઉપર પ્રથમ પ્લાઝમાં થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આજે તે દરદી મૃત્યુ પામ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ir8Sf
via Latest Gujarati News
0 Comments