
મુંબઇ, તા.2 મે, 2020, શનિવાર
રાજ્ય સરકાર મુંબઇ અને પૂણે મેટ્રોપોલિટન રિજનને બાદ કરતા રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ ઇલાકાઓમાં ઉદ્યોગો શરૃ થાય એ માટે તત્પર છે. મહારાષ્ટ્ર ઇવન રેડ અને ઓરેન્જ ઝોનના કારખાનાઓને કાર્યરત થવાની પરવાનગી આપવા માગે છે પણ અમુક શરતોને આધીન. શહેરી વિસ્તાર માટે શરત એ છે કે ઔદ્યોગિક એકમ અલાયદા કેમ્પસમાં હોવું ઘટે. તો ગ્રામીણ ઇલાકાઓના કારખાનાઓએ કર્મચારીઓ માટે પરિવહનની સગવડ ઉપલબ્ધ કરાવવી જરૃરી છે.
ઔદ્યોગિક વિભાગના સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ઉપરોક્ત શરતો, નીતિઓને આધીન રાજ્યના ૧૩ હજાર કારખાના આગામી ત્રણ દિવસમાં ધમધમતા થઇ જશે. જેમાં આશરે ૧૦ લાખ કર્મચારીઓને રોજગાર મળી રહ્યો છે.
જો કે ૧૩ હજારમાંના અડધોઅડધ તો બંધ થયા જ નહોતો કારણ કે એમાં દવા, ફૂડ પ્રોડક્ટ અને દૂધ ઇત્યાદિ જીવનાવશ્યક ચીજ-વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. હવે જ્યારે વધારાની રાહત મળી છે ત્યારે રાજ્યમ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ સાંપડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z09qH8
via Latest Gujarati News
0 Comments