શિર્ડી સાઈ સંસ્થાન કેન્દ્ર સરકારને સોનું આપવા તૈયાર


મુંબઈ,તા. 17 મે 2020, રવિવાર

 કોરોનાને કારણે અડચણમાં મૂકાયેલ ઉદ્યોગધંધા, નોકરીયાત, મજૂર વર્ગને રાહત આપવા તેમજ તેમને અડચણમાંથી બહાર લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના પેકેજની ઘોષણા કરાઈ છે. આ બાબતે માજી મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પ્રતિક્રિયા આપતી વખતે સૂચન કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તુરંત દેશના તમામ દેવસ્થાન ટ્રસ્ટમાં પડી રહેલ સોનું કર્જ સાથે તાબામાં લેવું. ચવ્હાણના આ સૂચનને શિર્ડી સાઈ સંસ્થાને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

દરમ્યાન શિર્ડીએ દેશનું ત્રીજા ક્રમાંકનું મોટું દેવસ્થાન મનાય છે. શિર્ડી દેવસ્થાન પાસે આશરે ૪૫૦ કિલો સોનું છે. ભક્તોએ તે વિવિધ પ્રકારે દાન સ્વરૂપે આપ્યું છે. શિર્ડી સંસ્થાનની વાષક આવક ૭૦૦ કરોડની હોઈ વિવિધ પ્રકારનો વાષક ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયા જેટલો છે. લોકડાઉનને કારણે સંસ્થાનની આવકમાં નોંધનીય ઘટાડો થયો છે. છતાંય સંસ્થાને એફડી તોડી કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર ચૂકવ્યો છે.

કોરોના મહામારીને કારણે દેશ પર આવેલું સંકટ દૂર કરવા દેવસ્થાનોના સોના સંદર્ભે ચવ્હાણે સૂચન કર્યા બાદ તેનો અનેકોએ વિરોધ કર્યો છે. પરંતુ શિર્ડી સાઈ સંસ્થાને તેને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોઈ સંસ્થાના અધ્યક્ષ ડા. હાવરેએ એક વૃત્તસંસ્થાને આપેલ માહિતી અનુસાર, આવા સંકટ સમયે સોનું દેશના ઉપયોગમાં આવતું હોય તો અમને તેમજ સાઈ ભક્તોને આનંદ થશે. આ સૂચનનો કેન્દ્ર સરકારે જરૂર વિચાર કરવો અને એકાદી સ્કીમ આપી દેવસ્થાનને યોગ્ય વળતર મળતું હોય તો દેવસ્થાન સોનું વાપવા તૈયાર છે. માત્ર વળતર મળે તેની કાળજી સરકારે લેવી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDI8j5
via Latest Gujarati News

Post a Comment

0 Comments