
મુંબઇ, તા. 17 મે 2020, રવિવાર
એક તરફ મહારાષ્ટ્ર સહિતના સમગ્ર દેશમા કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ) માઝા મૂકી રહ્યો છે ત્યારે બીજી તરફ મોટા ભાગના રાજ્યો તથા શહેરોની હોસ્પિટલોએ તેમના પરિસરમાં લોકોની ભીડ જમા થતી ટાળવા ઇમ્યુનાઇઝેશન (રોગ-ચેપમુક્તિ માટેનું રસીકરણ-વેક્સિનેસન)ની કામગીરી મુલતવી રાખી છે. પરંતુ આ કારણે નાની વયના શિશુઓના પાલકો તેમના સંતાનોને વિવિધ રોગ-ચેપ સામેની રસી અપાવવાની બાબતે મુંઝવણમાં મૂકાયા છે.
એક તરફ નિષ્ણાતોએ જણાવ્યું છે કે વેક્સિનેશનમાં વિલંબ થાય તો બાળક માટે પ્રિવેન્ટેબલ (અટકાવી શકાય) તેવા રોગોનું પણ જોખમ વધી શકે છે ત્યારે બીજી તરફ બાળકને રસી અપાવવા હોસ્પિટલ કે પીડિયાટ્રિશિયન પાસે તેને લઇ જવામા કોરોના વાઇરસનો ચેપ લાગવાના જોખમનો તીવ્ર ભય પાલકોને સતાવી રહ્યો છે.
મુંબઇમાં તો બાળકોને રસી આપવાનું સાવ બંધ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કુર્ના નગરસેવિકા તથા મુંબઇ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના સભ્ય ડો. સઇદા ખાને કર્યો હતો. તેમના જણઆવ્યા મુજબ બાળકો કેટલીક ચોક્કસ વેક્સિનથછી વંચિત રહેશે તો નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કીમ (રાષ્ટ્રીય રસીકરણ યોજના)નો હેતુ માર્યો જશે.
અમુક રસી લેવી ફરજીયાત છે. અને તે ચોક્કસ ઉંમરે જ લેવાની હોય છે. બે મહિના વેડફાઇ ગયા તેમ છતાં આ બાબતે કોઇ પગલાં લેવાયા નથી. માત્ર રસીકરણની કામગીરી મુલતવી રખાઇ છે. પરિણામે શિશુઓનાં મોતના દરમાં વધારા જેવી મોટી સમસ્યાઓ ઉભી થશે. એમ તેમણે કહ્યું હતું. આ બાબતે દરમિયાનગીરી કરવા તેમણે પાલિકા કમિશનરને પત્ર લખી જણાવ્યું છે.
બાળકોને વિષાણુઓનો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાની સંભાવના ઘણી વખત ધ્યાનમા આવી હોવા સાથે બાળકોને કોરોના વિષાણુઓથી દૂર રાખવા રસીકરણ વિલંબમાં મૂકવાનું પગલું લેવાયું છે. પરંતુ રસીકરણ મુલતવી રખાયા સાથે પાલકોમાં ચિંતા પ્રસરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yfJ4Ro
via Latest Gujarati News
0 Comments