
મુંબઇ, તા.1, મે, 2020, શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના ટેસ્ટ કરાયેલાં સેમ્પલોની તુલનાએ આ મહામારીના કેસની સંખ્યાની ટકાવારી ચાર ટકાની હતી તે વધીને છેલ્લા ૧૫ દિવસમાં સાત ટકાની થઇ છે. ટેસ્ટિંગના નિયમો (પ્રોટોકોલ)માં ફેરફાર કરાતાં આ ટકાવારી વધી છે. ફેરફાર મુજબ હવે કોરોના કેસનું પ્રમાણ વધુ હોય તેવા કન્ટેનમેન્ટ ઝોન (પ્રતિબંધિત અવરજવરવાળા વિસ્તારો)માં ટેસ્ટિંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
તદુપરાંત કોરોનાના કેસના વધુ સારા ડીટેક્શન (ભાળ મેળવવાની કામગીરી)ને કારણે કોરોનાના કેસના ખોટા રીપોટિંગ (નોંધણી)ની ઘટનાઓ પણ ઓછી થઇ છે.
હાલમાં મહારાષ્ટ્રમાં કોવિડના કેસની સંખ્યા ૧૦,૪૯૮એ પહોંચી છે. જે સમગ્રદેશમાં સૌથી વધુ છે. ટેસ્ટિંગ નિયમોમાં ફેરફારને વધુસારો ડીટેક્શન રેટ તથા રાજ્યમાં ટેસ્ટિંગ સેન્ટરોની સંખ્યા વધારીને ૫૦ની કરાઇ તેને કારણે કેસની સંખ્યા આટલી વધુ હોઇ શકે છે.
ટેસ્ટિંગ નિયમોમાં ફેરપાર કરવાને કારણે અમે કોરોનાના લક્ષણોવાળા તથા ચેપ લાગવાના વધુ જોખમવાળા દરદીઓના ટેસ્ટ કરવા પર વધુ ધ્યાન આપી શકીએ છીએ. આથી પોઝિટીવ કેસોની ભાળ મેળવવામાં અમને મોટી સહાય મળી છે. વળી અમે ટેસ્ટિંગની અમારી રોજની ક્ષમતામાં પણ વધારો કર્યો છે. વધુ ટેસ્ટ કરવા સાથે વધુ સંખ્યામાં કેસોની ભાળ મળે છે એમ કમિશનર (પરિવાર કલ્યાણ તથા ડિરેક્ટર, નેશનલ હેલ્થ મિશન, મહારાષ્ટ્ર, અનુપકુમાર યાદવે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૧૨મી એપ્રિલ સુધી પ્રત્યેક એક્ સો ટેસ્ટ કરાય ત્યારે તેમાંથી ચાર સેમ્પલ પોઝિટિવ નીકળતા હતા હવે આ સંખ્યા વધીને સાતની થઇ છે. ગયા બુધવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧,૩૫,૬૯૪ સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું હતું. જે પૈકી ૬.૮૭ ટકા પોઝિટીવ જણાયાં હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d5Atzq
via Latest Gujarati News
0 Comments