
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.4 મે, 2020, સોમવાર
કોરોનાના પ્રકોપને અટકાવવામાં દેશભરમાં ગત ૨૪ માર્ચથી લાદવામાં આવેલા લોકડાઉનમાં આજથી મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકડાઉનમાં છૂટ છાટ આપવામાં આવી છે. લગભગ ૪૦ દિવસથી લોકડાઉન અમલમાં હોવાથી ઉદ્યોગ ધંધા, કામકાજ ઠપ થઇ ગયા છે. પરિણામે મહારાષ્ટ્રના અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી છે. તિજોરીમાં નાણાં આવવાના બદલે તે ખાલી થઇ રહી છે. આથી રાજ્ય અર્થવ્યવસ્થાને માટે લાવવા માટે અમુક કઠોર ઉપાય યોજના હાથ ધરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. એમાં ખર્ચ પર કરકસર નવી ભરતી બંધ અને નવા પ્રોજેક્ટ શરૃ નહિં કરવા, કાર્યરત જૂના પ્રોજેક્ટની સમીક્ષા કરવી.
આરોગ્ય વિભાગ, મેડિકલ શિક્ષણ, મેડિસિન તથા દ્રગ્સ સિવાય અન્ય વિભાગમાં નવી ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી અન્ય વિભાગે આગળ વધુ સૂચના ન મળે ત્યાં સુધી ભરતી નહિં કરી શકાય.
કોરોનાના પાર્શ્વભૂમિ પર વિવિધ વિભાગમાં ઉપાય યોજનામાં સતત હાથ ધરાશે. એટલું જ નહિં ચાલું નાણાકીય વર્ષમાં કોઇપણ વિભાગના અધિકારી કે કર્મચારીની બદલી નહિ કરવાનો એવો આદેશ સામાન્ય પ્રશાસન વિભાગ મારફતે આપવામાં આવ્યો છે.
સર્વ કાર્યરત યોજનાની સમીક્ષા કર્યા બાદ યોજનાને આગળ શરૃ રાખવાનો નિર્ણય લેવાશે. એટલે કે સ્થગિત કરો અથવા રદ્દ કરવાની પણ સૂચના સર્વ વિભાગને આપી છે. અંદાજપત્રમાં કરેલી જોગવાઇનાં ફંડ પૈકી વિભાગોને માત્ર ૩૩ ટકા ફંડ ઉપલબ્ધ કરાશે. આ ૩૩ ટકામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં રાજ્યનો હિસ્સો, માનધન, વેતન, નિવૃત્તીવેતન અને પોષણ આહાર, પર પ્રાધાન્ય આફવાનું સૂચન કરાયું છે. ચાલું નાણાંકીય વર્ષમાં નવી યોજના પર ખર્ચ કરવો નહિં. તેમજ નવી યોજનાનો પ્રસ્તાવ મૂકવો નહિં. એવી સૂચના આપવામાં આવી છે.
આ સિવાય વિવિધ વિભાગોમાં ફર્નીચર, સમારકામ, ઝેરોક્ષ, કમ્પ્યુટર ખરીદવા પર મનાઇ ફરમાવી છે. ભાડાઉપર કચેરી લેવા પર પ્રતિબંધ, કાર્યશાળા, સેમિનાર લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય કોઇપણ વિભાગમાં નવા બાંધકામ હાથ ધરવા નહિં એવી સૂચના જારી કરાઇ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3floMGM
via Latest Gujarati News
0 Comments