ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતેલા ૧૬ મજૂરો માલગાડીને અડફેટે આવી મૃત્યુને ભેટયાઃ ત્રણ ઘાયલ



મુંબઈ,તા.8 મે, 2020, શુક્રવાર

આજે વહલી સવારે ઔરંગાબાદના સટાણા પરિસરમાં રેલવે ટ્રેક પર સૂતેલા ૧૬ મજૂરો માલગાડીની  અડફેટે આવીને  મૃત્યુ પામ્યા હતા.  જ્યારે દુર્ઘટનામાં   ત્રણ ઘાયલ થયા છે. આ મજૂરો મધ્ય પ્રદેશના રહેવાસી હતા અને લોકડાઉનને પગલે  જાલનામાં ફસાયા હતા.  આ પ્રકણનીગંભીર નોંધ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છેતેમ જ આ બાબતની ચર્ચા  ેલવે મંત્રી  સાથે કરી  આવશ્યક મદદ પહોંચાડવાનું  આશ્વાસન આપ્યું છે   કેન્દ્રિય રેલવે પ્રધાન પિયુષ ગોયલે  પણ આ પ્રકરણે દુઃખ વ્યકત કરી તપાસનો આદેશ આપ્યો છે.   મહાાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ  મૃતકના પરિવાોને  પાંચ લાખ રૃપિયાની  મદદ આપવાની  ઘોષણા કરી છે.

ઘટનાની માહિતી પ્રમાણે  આજે સવારે પાંચ  ને બાવીસ મિન ટિે   ઔરંગાબાદના કરમાડમાં  આવેલા સટાણા  પરિસરમં  રેલવે ટ્રેક પર સૂતેલા ૧૬ મજૂરો  માલગાડીની અડફેટે   આવી ગયા હતા  જેમાંના ૧૪ મજૂરોનં  ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું   જ્યો  બે મજૂરોને હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલાં જ મૃત્યુ આંબી ગયું હતું.  ૩મજૂરો ગંભીર ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં બચી ગયેલા મજૂરોએ માહિતી આપતા ંજણાવ્યું કે  તેઓ મધ્યપ્રદેશના વતની  હતા અને જાલનામાં લોકડાઉનને કારણે  ફસાયા હતા. ભુસાવળથી મધ્યપ્રદેશ માટે  ટ્ન  છૂટશે  એવી માહિતી  મળ્યા બાદ તેમણે રેલવે માર્ગે ચાલતા જવાનું નક્કી કર્યું હતું.   અને જોતજોતામાં  તેઓ ટ્રેક પર ઘસઘસાટ સૂઈ ગયા. ત્યારબાદ  વહેલીસ સવારે  ટ્રેન ક્યારે  આવી તે કોઈને  સમજાય નહોતું  અને ઉંઘ ઉડી  ત્યારે આસપાસ તેમના સાથી મજૂરોના મૃતદેહ હોવાની માહિતી  એક ઘાયલ મજૂરે આપી  તેઓએ ગઈકાલે  સાંજે  પાંચ વાગ્યે  ભુસાવળ પહોંચવા  ચાલાની શરૃઆત કરી હોવાનું  જણાવ્યું હતું.  પોલીસોની નજરથીબચવા  માટે તેમણે રોડ માર્ગને  બદલે રેેલવે માર્ગથી ચાલવાની  શરૃઆત કરી હોવાની માહિતી  પણ તેમણે આપી હતી.

આ પ્રકરણે  રેલવેએ માહિતી આપતાં જણાવ્યું કે આ મજૂરોને ટ્રેક પર જોયા બાદ લોકો પાટલટે માલગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ  દુર્ભાગ્યે આ દુર્ઘટના રોકી શકાઈ નહીં. હાલ આ ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોના શબને  પોર્સ્ટમોર્ટમ  માટે ઔરંગાબાદની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં  મોકલાયા છે.   અને ત્યાં જ  ઘાયલ મજૂરોની સારવાર  શરૃ કરી દેવાઈ છે.   મુખ્યપ્રધાન  ઉધ્ધવ ઠાકરેએ  આ ઘટના બદલ તીવ્ર શોકની લાગણી  વ્યક્ત કરી છે.  અને મૃતકના  પરિવારજનોને   મુખ્યપ્રધાન  સાહયતા ભંડોળમાંથી  પાંચ લાખ રૃપિયાની જોરાત સાથે જ ઘાયલ મજૂરોની સારવાર સરકારી ખર્ચે કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાને  પગલે રેલવેએ પણ તપાસનો આદેશ આપ્યો છે.   અને રેલપ્રધાને પિયુષગોયલે પણ તપાસનો આદેશ આપી ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું છે.  નરેન્દ્ર મોદીએ  પણ આ ઘટનાને પગેલ શોક વ્યક્ત કરી શક્ય તેટલી મદદનં  આશ્વાસન આપી આ અંગે  રેલવે મંત્રી સાથે ચર્ચા કરી છે.  

મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે  પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે   પહોંચાડવા સરકાર પ્રયત્નશીલ છે   અને મજૂરો પણ ધીરજ  ન ગુમાવી સરકારનો સાથ આપે  તેમ જ આવા ઉતાવળિયા નિર્ણય લઈ જીવ જોખમમાં ન નાખવાની અપીલ મુખ્યપ્રધાને  કરી છે.

વડાપ્રધાને લીધી ઘટનાની ગંભીર નોંધ

ઔરંગાબાદની  ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગંભીર નોંધ  લઈ મજજૂરોને  આવશ્યક મદદનું  આશ્વાસન આપ્યું છે.  તેમ જ આ બાબતે   રેલવે મંત્રી  સાથે ચર્ચા પણ કરી હતી.

મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૃપિયા

ઔરંગાબાદમાં  બનેલી આ દુર્ઘટનાને  પગલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ  મૃતકના પરિવારજનોને  રૃપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી છે.  તે સિવાય ઘાયલ મજૂરોની સારવાર પણ સરકારી ખર્ચે કરવાનીઘોષણા કરી છે.

પોલીસથી બચવા મજૂરોએ  રેલવે માર્ગ પકડયો

લોકડાઉનને પગલે  અનાશ્યક કામે બહાર નીકળતા  લોકોને પોલીસ મેથીપાક ચખાડી રહી છે.  આ જ  ડરથી મજૂરોને  રોડમાર્ગને  છોડીને રેલવેમાર્ગથી  ચાલીને ભુસાવળ પહોંચવાનું  નક્કી  કર્યું હોવાની  માહિતી એક ઘાયલ મજૂરે આપી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LeVlYY
via Latest Gujarati News

Post a Comment

0 Comments