કસાબને ઓળખી બતાવનાર જખમી થયેલો બહાદુર શખ્સ ફૂટપાથ પર મળ્યો


- કસાબને ઓળખી બતાવનાર આ વૃદ્ધનું સમાજસેવકોએ વર્ષો પછી પરિવાર સાથે પુનમિલન કરાવ્યું

મુંબઈ,તા.6 મે 2020, બુધવાર

 ૨૦૦૮ની સાલમાં ૨૬/૧૧ના રોજ મુંબઈ પરના સૌથી ખોફનાક આતંકવાદી હુમલા વખતે પાકિસ્તાની ટેરરિસ્ટ અજમલ કસાબ અને તેના સાગરિત ઈસ્માઈલ સાથે હિંમતથી ઝપાઝપી કરી બંદુકની બે ગોળી વાગ્યા છતાં હિંમત ન હારનારો ભૂતપૂર્વ સરકારી કર્મચારી હરિશ્ચંદ્ર ગોવર્ધનકર મુંબઈની ફૂટપાથ ઉપર પડેલો મળી આવ્યો હતો. હરિશ્ચંદ્રએ જ કોર્ટમાં જીવતા પકડાયેલા ટેરરિસ્ટ કસાબને ઓળખી બતાવ્યો હતો. પણ ખુદ ગુમનામીમાં ધકેલાઈ ગયો હતો. 

દક્ષિણ મુંબઈમાં મહાલક્ષ્મી પાસેના સાત રસ્તા વિસ્તારની ફૂટપાઠ ઉપર સાઠ વર્ષની ઉંમર વિતાવી ચૂકેલાં હરિશ્ચંદ્રને કોઈએ જોયો હતો. તે સ્પષ્ટ બોલી નહોતો શકતો. ત્યાંના દુકાનદાર ડીન ડિદસોઝા અને તેના મિત્રોએ આ શખસને મદદ કરવાનું નક્કી કર્યું. લોકડાઉનની સ્થિતિ વચ્ચે આ બધાએ આગ્રીપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો.

આ વૃદ્ધ ત્ટક ત્ટક બોલી શકતો હતો. પોતાનું નામ આપ્યું અને બીએમસી.... મહાલક્ષ્મી... એવું બોલતો હતો. એક બિનસરકારી સ્વયંસેવી સંસ્થા આઈએમકરેની પણ મદદ લેવામાં આવી. વૃદ્ધને નવડાવવામાં આવ્યો અને ભોજન કરાવ્યું. ધીરે ધીરે તેની અશક્તિ દૂર થઈ. 

ત્યારપછી ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીની મદદથી વૃદ્ધના મહાલક્ષ્મીમાં રહેતાં ભાઈ-બહેનની ભાળ મેળવવામાં આવી. ત્યારપછી આ ભાઈબહેને આપેલી માહિતીને આધારે કલ્યાણમાં રહેતાં વૃદ્ધના પુત્ર મંગેશનો સંપર્ક કરવામાં આવ્યો. આમ, કેટલાંય વર્ષો પછી વૃદ્ધનું પરિવાર સાથે પુનમલન થયું. 

૨૬/૧૧ના હુમલા વખતે પાકિસ્તાની ત્રાસવાદીઓએ ૬૦ કલાક સુધી મુંબઈને બાનમાં લીધું હતું. એ વખતે દક્ષિણ મુંબઈમાં ઓફિસેથી પાછા ફરતા શ્રીવર્ધનકરનો ટેરરિસ્ટો સાથે ભેટો થઈ ગયો હતો. પોતાની પાસે પોર્ટફોલીયો હતો. તેનાથી તેણે ટેરરિસ્ટો સાથે ઝપાઝપી કરી હતી અને બે બંદૂકની ગોળી વાગી હતી. પછી જ્યારે સ્પેશિયલ કોર્ટમાં ૨૬/૧૧ના હુમલાનો કેસ ચાલતો હતો ત્યારે તેણે કોર્ટમાં જઈ અજમલ કસાબને ઓળખી બતાવ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SYqTH9
via Latest Gujarati News

Post a Comment

0 Comments